Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

મોરબી બી ડીવીઝન પોલીસે ત્રણ બાઇકની ચોરી કરનાર ગજુ દેવરાને ઝડપી લીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૮ : મળતી વિગત મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસની ટીમ જુના ઘુટુ રોડ પર વાહન ચેકીંગમાં હતી. એ દરમ્યાન એક શંકાસ્પદ બાઈક સાથે યુવક મળી આવતા. પોલીસે બાઈક નંબરને પોકેટકોપમા સર્ચ કર્યા હતા. જેના આધારે વાહન માલીકનો સંપર્ક તથા તેણે પોતાનું બાઈક ચોરી થયું હોવાનું વિગતો આપી હતી. જેથી પોલીસે યુવકની પૂછપરછ કરતા એક સાથે ૩ બાઈક ચોરીનો ભેદ ખુલ્યો હતો. જ્યાં પોલીસ તપાસમાં યુવકે તેનું નામ ગજુ જાલમભાઇ દેવરા હોવાનું અને પોતે મૂળ મધ્યપ્રદેશનો વતની હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેણે કુલ ૩ બાઈકની ચોરી કરી હોવાની પણ કબૂલાત આપતા પોલીસે ત્રણ્ય બાઈક કબ્જે કર્યા હતા અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસના ભગવાનભાઇ રામજીભાઇ ખટાણા, ભરતભાઇ આપાભાઇ ખાંભરા, કલ્પેશભાઇ અમરશીભાઇ ગાંભવા, બ્રિજેશભાઇ જેસંગભાઇ બોરીચા, રમેશભાઇ રાયધનભાઇ મિયાત્રા, કિર્તીસિંહ બહાદુરસિંહ જાડેજા, પ્રદિપસિંહ બહાદુરસિંહ ઝાલા, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ રાંકજા, ચંદ્રસિંહ કનુભા પઢિયાર, શકિતસિંહ કિશોરસિંહ જાડેજા, વિજયભાઇ મુળુભાઇ ચાવડા, યોગેશદાન જીતસંગ ગઢવી સહિતના પોલીસકર્મી જોડાયા હતા.(

(2:47 pm IST)