Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

બોટાદમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પછી હત્યા  કરનાર આરોપી ઝડપાયો: ફાંસી આપવાની માંગ

મૃતક બાળકીનો શબ મળ્યા બાદ પોલીસે એક ટીમની રચના કરીને આરોપી રાજૂ દેવદાસ ચૌહાણની ધરપકડ કરી

બોટાદમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપી ઝડપાયો છે. પોલીસે એક ટીમની રચના કરીને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. લોકોએ આરોપીને ફાંસી આપવાની માંગ કરી છે.

બોટાદના ડીએસપીએ કહ્યુ કે, “બોટાદમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. મૃતક બાળકીનો શબ મળ્યા બાદ પોલીસે એક ટીમની રચના કરીને આરોપી રાજૂ દેવદાસ ચૌહાણની ધરપકડ કરી છે. આ ઘટના 15 જાન્યુઆરીએ બની હતી.”

બોટાદમાં 9 વર્ષની બાળકી પતંગ લૂંટવા ગઇ હતી આ દરમિયાન રાજેશ ચૌહાણ બાળકીને આઇ.ટી,આઇની પાછળ ખંડેર ક્વાર્ટરમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ અને તે પછી હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઇને બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે 302,376 (એ) (બી), 354 (એ) તથા પોક્સો એક્ટ કલમ 5 (એમ), 6,7,8 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

બોટાદ પોલીસે આરોપીને શોધવા માટે સીસીટીવી કેમેરા તથા બાતમીદાર અને ટેકનીકલ સોર્સને કામે લગાડીને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. બોટાદમાં બાળકીની હત્યાના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ રસ્તા પર ચક્કાજામ કરીને આરોપીને ફાંસી આપવાની માંગ કરી છે.

(6:44 pm IST)