Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ભાવનગર  નાગરિક બેંકનાં ચેરમેનનું સન્માન કરાયુ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિ . નાં ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાય તથા ડિરેકટરર્સ ચૈતાલીબહેન પટેલ , નિરૂબહેન પડાયા તેમજ ભદ્રેશભાઈ દવે તથા એ.જી.એમ ધર્મેશ વડોદરિયાની ટીમે અમદાવાદ મુકામે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપેલ .તે સમય દરમ્યાન લાઈટ એન્ડ સાઉન્ડ શોનાં સ્ટેજ પર બેંકનાં ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાયને આમંત્રિત કરી શ્રી સ્વામીનારાયણ સંસ્થા – BAPS નાં સંતશ્રી ઉત્તમપ્રિય સ્વામીએ વિશાળ સંખ્યામાં દર્શકોની ઉપસ્થિતીમાં સન્માન કરેલ .નાગરિક બેંકની ટીમની આ મુલાકાત દરમ્યાન સ્વામીનારાયણ સંસ્થાના સ્વયંસેવક અને બેંકના ડિરેકટર કમલેશભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહયા હતા .

(8:11 pm IST)