Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

અમરેલી :નિવાસી અધિક કલેક્ટર રવિન્દ્રસિંહ વાળાના અધ્યક્ષસ્થાને ૨૬ જાન્યુઆરી, 'પ્રજાસત્તાક પર્વ' જિલ્લાકક્ષાની ઉજવણી આયોજન બેઠક યોજાઈ

જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કવિશ્રી કલાપીની નગરી લાઠી ખાતે યોજાશે:જિલ્લા પ્રભારી રાજ્યમંત્રી પરષોત્તમભાઈ સોલંકીના હસ્તે ધ્વજવંદન થશે

અમરેલી:જિલ્લા સેવા સદન, અમરેલી ખાતે નિવાસી અધિક કલેક્ટર રવિન્દ્રસિંહ વાળાના અધ્યક્ષસ્થાને તા.૨૬ જાન્યુઆરી,૨૩ 'પ્રજાસત્તાક પર્વ' જિલ્લાકક્ષાની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ હતી.  

 જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, જિલ્લા પ્રભારી અને રાજ્યમંત્રી પરષોત્તમભાઈ સોલંકીના વરદહસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કવિશ્રી કલાપીની નગરી લાઠી ખાતે રંગેચંગે કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં આરોગ્ય, શિક્ષણ, આઈ.સી.ડી.એસ, ૧૦૮ ખિલખિલાટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વન વિભાગ, ખેતીવાડી વિભાગ, આત્મા (પ્રાકૃતિક કૃષિ), સખી વન સ્ટોપ સેન્ટર, વાસ્મો અથવા પાણી પુરવઠા સહિતના વિભાગો દ્વારા ટેબ્લો રજૂ કરવામાં આવશે.

લાઠી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સાંસ્કૃત્તિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ, પરેડનું આયોજન કરવામાં આવશે. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. નિવાસી અધિક કલેક્ટર વાળા દ્વારા વિવિધ સંબંધિત અધિકારીઓને કાર્યક્રમની ભવ્ય ઉજવણીને લઈ જરુરી સૂચનો કરવામાં આવ્યા હતા. બેઠકમાં પ્રાંત અધિકારી લાઠી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, લાઠી તાલુકા મામલતદાર સહિતના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:04 am IST)