Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

મોરબીના વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ.

સ્થાનિક દ્વારા નગરપાલિકા તંત્રને રજૂઆત.

મોરબી શહેરના છેવાડે આવેલ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય જે મામલે નગરપાલિકાને રજૂઆત કરી પ્રાથમિક સુવિધાઓ આપવા માંગ કરી છે

મોરબીના વાડી વિસ્તારના રહીશે નગરપાલિકા તંત્રને રજૂઆત કરી જણાવ્યું છે કે વાડી વિસ્તારમાં અનેક પ્રાથમિક સુવિધાઓ હજુ મળી નથી વાડી વિસ્તારમાં પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર યોજના, ઘરે ઘરેથી કચરા કલેક્શન, પાકા રોડ રસ્તા, લાઈટ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી હજુ પણ વાડી વિસ્તાર વંચિત છે વિસ્તારમાં ખાતમુર્હત કરવામાં આવ્યા તે કામો શરુ થયા નથી કામ ક્યારે ચાલુ થશે તે નક્કી નથી મોરબી નગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા ૧૬૫ વાડી વિસ્તારમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે જેથી તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓ આપવા માંગ કરી છે.

(12:26 am IST)