Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

મોરબીમાં વોટસએપ કોલ કરી યુવકને ધમકાવી રૂપિયાની માંગણી કરનાર ચાર ઝડપાયા.

હજુ એક આરોપી ફરાર હોય જેની શોધખોળ ચાલુ.

મોરબી : હળવદ તાલકાના જુના દેવળિયા ગામના રહેવાસી યુવાનને વ્હોટસએપ કોલ કરીને કાર લોન મામલે ફોન પર વાત કરતા તેનો ગેરલાભ લઈને ત્રણ શખ્શોએ દસ લાખ રૂપિયાની માંગણી કરી રૂપિયા નો આપે તો દીકરાને ઉપાડી જવાની ધમકી આપી હતી જે બનાવ મામલે યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી જે પ્રકરણમાં ચાર આરોપીઓને ઝડપી લીધા છે તો અન્ય એક આરોપીની શોધખોળ ચલાવી છે.

  (હળવદના જુના દેવળિયા ગામના રહેવાસી અને જેતપર ગામે દુકાન ધરાવતા કૃણાલ વિનોદભાઈ અઘારા (ઉ.વ.૨૪) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આજથી દોઢ બે માસ પૂર્વે વોટસએપ કોલ કરીને પ્રિયાબેન રાજકોટ દ્વારકેશ ઓટોલીંક નામની ફાયનાન્સ પેઢીમાંથી બોલતા હોવાની ઓળખ આપી કાર લોન બાબતે ફોન કરતા હતા અને અવારનવાર ફોન પર વાત કરતા તે બાબતનો ગેરલાભ ઉઠાવીને આરોપી શ્યામ રબારી(રહે રાજકોટ વાળા) એ ફોન કરી કૃણાલ અઘારાએ ફોન પર ધમકાવી ગાળો આપી તું મારી પત્ની સાથે ફોન પર કેમ વાતો કરે છે કહીને ઘરેથી ઉપાડી જઈશ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આરોપી જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તેમજ રવિ દિલીપ ખટાણા વચ્ચે પડી મુખ્ય આરોપી શ્યામ રબારી સાથે સમાધાનની વાત થઇ ગયેલ છે અને દસ લાખ તેને ચૂકવી દીધા છે જે રૂપિયા તારે આપવા પડશે કહીને ધમકી આપી હતી જેથી ફરિયાદી યુવાને મોબાઈલ ફોન બંધ કરી દેતા પિતાના મોબાઈલ પર ફોન કરી દીકરાનું સમાધાન કરાવેલ છે તેના રૂપિયા દસ લાખની માંગણી કરી દીકરાને ઉપાડી જઈને મારી નાખશું તેવી ધમકી આપી હતી.
 બનાવ મામલે મોરબી તાલુકા પોલીસના પીએસઆઈ એસ એન સગરકા અને વિજય સવસેટા સહિતની ટીમે તપાસ ચલાવી હતી અને આરોપી જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા( રહે બંગાવડી તા. ટંકારા), રવિ દિલીપ ખટાણા (રહે શકત શનાળા મોરબી), મયુર ગોવિંદ ખટાણા અને બીલનબેન દોશી એમ ચાર આરોપીને ઝડપી લીધા છે તો આરોપી જયદીપસિંહ પર આગાઉ જામનગર પોલીસમાં અપહરણ તથા ખંડણીના ગુન્હો દાખલ હોવાની માહિતી આપી હતી તેમજ આરોપી શ્યામ રબારી રહે રાજકોટ વાળાને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

(12:21 am IST)