Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વિસાવદરમાં સમભાવ મિત્ર મંડળ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ-યોગ શિબિર

વિસાવદરઃ સમભાવ મિત્ર મંડળ-સરકારી આયુર્વેદિક દવાખાનુ-સરસઈ-રબારીકાનાં સંયુકત ઉપક્રમે ભારમલ લાતી ખાતે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ તથા યોગ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ઇલ્યાસભાઈ ભારમલનાં નેતૃત્વતળે વર્ષોથી ચાલતી સ્વૈચ્છિક સંસ્થા 'સમભાવ મિત્ર મંડળ' દ્વારા સતત સેવાકીય પ્રવૃતિઓના નિયમિત આયોજન કરાય છે.(તસ્વીર-અહેવાલઃ યાસીન બ્લોચ, વિસાવદર)

(10:19 am IST)