Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વાંકાનેર તાલુકા પંચાયતની ચુંટણી માટે જુદા-જુદા પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૧૮: મોરબી જીલ્લાની વાંકાનેર તાલુકા પંચાયતની જુદી જુદી બેઠકો માટે જુદા જુદા પક્ષોમાંથી અનેક ઉમેદવારોએ ફોર્મ ભરીને ચુંટણી જંગમાં ઝુકાવ્યું છે.

જેમાં જેતપરડા બેઠક ઉપર નારણભાઇ નાથા કેરવાડીયા, રણજીત નાનજીભાઇ વીરસોડીયા, રાજનભાઇ ચોથાલાલ ડૈણીયા, હરદેવભાઇ ચોથાલાલ ડૈથીયા ચુંટણી લડી રહયા છે. જયારે લુણસર બેઠક ઉપરથી કિરીટભાઇ નાનજીભાઇ વસીયાણી, જયકુમાર ચતુરભાઇ વસીયાણી, જયંતીલાલ નરશીભાઇ વસીયાણી, ભુપતભાઇ સોંડાભાઇ કટુડીયા ચુંટણી લડી રહયા છે.

આ ઉપરાંત માટેલ બેઠકમાં પુરીબેન ભનુભાઇ વિંજવાડીયા, ભુમીકાબેન અજય વિંઝવાડીયા, હંસાબેન બાબુભાઇ ડેણીયા,  પંચાસરમાં નયનાબા શાંતુભા ઝાલા, વર્ષાબેન  ધર્મેન્દ્રસિંહ ઝાલા, જસ્મીન જાહીદ બ્લોચ, જેનમબેન ઇસ્માઇલ શેરસીયા, સરધારકામાં  કૈલાસબા હરીસિંહ ઝાલા, મુમતાઝબેન ઇસ્માઇલભાઇ વકાલીયા અને રાતી દેવળી બેઠક ઉપરથી કિરણ દિલીપ ચાવડા, રોશનબેન ઉસ્માનભાઇ માથકીયા, વજીબેન રાજુભાઇ મકવાણા, રીમતબેન યુસુફભાઇ શેરસીયાએ ચુંટણી જંગમાં ઝુકાવ્યું છે.

(11:27 am IST)