Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ઉના પાસે રિક્ષાના ચોરખાનામાં દારૂની ૪૬ બોટલ છુપાવીને લઈ જતા ૨ ઝડપાયા

ઉના, તા. ૧૮ :. નાલીયા માંડવી ગામ પાસે રીક્ષામા છુપાવી લઈ જતા જૂનાગઢના બે વ્યકિતઓને ૪૬ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે પકડી પાડયા છે.

ઉનાના પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની સૂચનાથી ઉના પોલીસે દેલવાડા-ઘોઘલા રોડ ઉપર નાલીયા માંડવી ગામ પાસે એક રીક્ષા નંબર જીજે ૯૯૬૭ ઉભી રખાવી તેમા બેઠેલ દિનેશ ઉર્ફે ટીનો મેરામણ વાઘેલા (૨) વિજય હસમુખભાઈ વ્યાસ રે. જૂનાગઢવાળાની તપાસ કરતા રીક્ષામાં સીટ નીચે બનાવેલ ચોરખાનામાં છુપાવેલ ઈંગ્લીશ દારૂની બોટલ ૪૬ નંગ રીક્ષા મળી રૂ. ૪૫ હજારના મુદામાલ સાથે પકડી ધરપકડ કરી હતી.

(11:28 am IST)