Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

મોરબીમાં રહેણાક મકાનમાંથી દારૂના જથ્થા સામે ઝડપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૮: મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા, ડી.વાય.એસ.પી રાધિકા ભારાઈ માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન ટિમ પેટ્રોલીગમાં હોય ત્યારે ભરતભાઇ હુબલ ને ખાનગી રહે બાતમી મળી હતી કે વજેપર શેરી નંબર ૪ માં રહેતો અરવિદ દાદુભા ગઢવી દ્યરમાં દારૂ રાખ્યો અને વેચાણ કરતો હોય જેથી ત્યાં પોલીસ દરોડો પાડતા જુદી જુદી બ્રાન્ડની ૨૭ બોટલ જેની કિંમત રૂપિયા ૩૧૮૩૦ થાય સાથે આરોપીની ધરપકડ કરી અને આ દારૂનો જથ્થો કયાંથી આવ્યો અને કેટલા સમયથી વેચાણ કરતો આમ બીજું કોણ કોણ સંડોવાયેલો છે જેની તપાસ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.

આ કામગીરીના પી.એસ.આઇ વી.જે.જેઠવા, પ્રફુલભાઈ પરમાર, કિશોરભાઈ મિયાત્રા, મનસુખભાઈ દેગામડિયા, ભાનુભાઈ બાલાસર, ચકુંભાઈ કરોતરા, ભરતભાઇ હુબલ, ભાવેશભાઈ મિયાત્રા, આશિફ્ભાઇ રાઉમાં,સંજયભાઈ બાલસરા અને સમરતસિંહ ઝાલા સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.(

(12:52 pm IST)