Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

મોરબીના રણછોડનગરના પાણીના પ્રશ્ને ઉગ્ર રજૂઆત

મોરબી : મોરબીના રણછોડનગર સહિતના વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્ને  લત્ત્।ાવાસીઓએ પાલિકા કચેરીએ હંગામો મચાવ્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ ચીફ ઓફિસરને લેખિત આવેદન પાઠવી જણાવ્યું હતું કે રણછોડનગર અંદર બનાવેલ પાણીનો ટાંકાનું કામ પૂર્ણ થઇ ગયું છે છતાં પાણીનો ટાંકો ચાલુ કરેલ નથી જેથી સોસાયટીના રહીશોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે જેથી વહેલી તકે પાણીનો ટાંકો શરુ કરાવવા માંગ કરવામાં આવી હતી પાણીનો ટાંકો બની ગયો હોવા છતાં કેમ ચાલુ કરવામાં આવતો નથી તેવો પ્રશ્ન પણ પૂછ્યો હતો અને સુરજબાગમાં કનેકશન હોવાથી કામગીરી અટકેલી છે જેથી કનેકશન તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવી માંગ કરી હતી.ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું કે ઓજી વિસ્તારોમાં અમૃત યોજના અંતર્ગત પીવાના પાણી માટે યોજના બનાવી ટાંકો બનાવ્યો છે જોકે વર્ષ ૨૦૧૮ માં રાજય સરકારના નોટીફીકેશનને પગલે અમરેલી ગ્રામ પંચાયતના સર્વે નંબર રીમૂવ કરવામાં આવ્યા છે ટાંકો બની ગયો છે જોકે વિસ્તાર પાલિકાની હદમાં આવતો નથી. ઉગ્ર રજૂઆત કરવામાં આવી તે તસ્વીર.(તસ્વીર : પ્રવિણ વ્યાસ,મોરબી)(

(12:52 pm IST)