Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

જામનગર ઇવા પાર્કમાં ફાયરીંગ પ્રકરણમાં પંકજ રામનારાયણની પુછપરછ : મુન્નીરામની શોધખોળ

(મુકંુદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૮ : જામનગરમાં ઇવા પાર્ક વિસ્તારમાં કન્ટ્રકશન સાઇટ પર ટીના પેઢડીયા પર ફાયરિંગ કરવા અંગેના પ્રકરણમાં LCB એ ઉત્તર પ્રદેશથી એક શાર્પ શૂટર ને પકડી પાડ્યો છે. યુપીના આઝમગઢમાંથી આરોપીને પકડી લઈ પોલીસ ટુકડી જામનગર પરત ફરી છે.

 જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે એક સપ્તાહ  ઉત્તર પ્રદેશમાં ધામા નાખી આજમગઢ માંથી એક શાર્પ શૂટર ને પકડી પાડયો છે,અને તેને જામનગર લઈ આવ્યા પછી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં સુપરત કરી દીધો છે, જ્યારે વધુ એકની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

 જામનગર ના ઇવા પાર્ક વિસ્તારમાં બિલ્ડર જયસુખ ઉર્ફે ટીનો પેઢડિયા પર ફાયરિંગ કરી ખૂન ની કોશિશ કરવા અંગે કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેના સાગરિતો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં ફાયરિંગ કરવા માટે ની સોપારી આપી હતી, તેવા બે શાર્પ શૂટરો પંકજ અને મુન્ની રામ ના નામો ખુલ્યા હતા.

 જે બંને ઉત્તરપ્રદેશના આઝમગઢના વતની હોવાનું માલુમ પડ્યું હતું.

 જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે એક સપ્તાહથી ઉત્તર પ્રદેશમાં ધામા નાખ્યા પછી એક શાર્પ શૂટર પંકજ રામનારાયણ નામના શખ્સને આઝમગઢમાંથી દબોચી લીધો હતો, અને જામનગર લઈ આવ્યા પછી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં કબ્જો આપી દેવાયો છે.

 પોલીસ દ્વારા હાલ સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે. અગાઉ રેકી કરીને ફાયરિંગ માટેનો પ્લાન કેમ કર્યો હતો. અને તેનો સાથીદાર મુન્નીરામ તેમાં સફળ કેમ ન થયા આ તમામ દિશામાં તપાસ ચલાવામાં આવી રહી છે.

(12:58 pm IST)