Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

જામનગરની જીજી હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઈ : બહાર 20થી વધુ 108 અને એમ્બ્યુલન્સમાં સારવાર આપવી પડી : ખાનગી હોસ્પિટલો પણ ફૂલ : સ્થિતિ અત્યંત ગંભીર

જામનગરમાં કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતની બીજા ક્રમની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ કોરોના પોઝિટિવ દર્દીઓથી ભરાઈ ચૂકી છેે તેવા સમયે જીજી હોસ્પિટલની બહાર 20થી વધુ 108 અનેે એમ્બ્યુલન્સમા જો કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર આપવી પડી રહી છે. જામનગરમાં સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ છે જેને લઇને હાલ ની સ્થિતિ અત્યંત ગંભીર જોવા મળી રહી છે.તસવીરો: કિંજલ કારસરીયા, અહેવાલ મુકુંદ બદીયાણી જામનગર)

(6:16 pm IST)