Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

મોરબી જિલ્લા માટે સાંસદ કુંડારિયાની ગ્રાન્ટમાંથી ત્રણ એમ્બ્યુલન્સ ફાળવાશે.

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાએ રીતસરનો કહેર મચાવ્યો હોય મેડિકલ સુવિધાની ઘટ પડી રહી છે. ત્યારે જિલ્લા માટે સાંસદ્દ કુંડારિયાની ગ્રાન્ટમાંથી ત્રણ એમ્બ્યુલન્સ ફાળવવા માટે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.
સાંસદ મોહનભાઇ કુંડારિયાએ રાજકોટ જિલ્લા આયોજન અધિકારીને પત્ર મોકલી જણાવ્યું છે કે તેઓની ગ્રાન્ટમાંથી મોરબી જિલ્લાને 3 તથા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે 3 એમ્બ્યુલન્સ તેમજ રાજકોટ શહેરી વિસ્તાર માટે 3 એમ્બ્યુલન્સ મળી કુલ 9 એમ્બ્યુલન્સ ફાળવવા ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

(6:22 pm IST)