Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ચોટીલાનાં ગ્રામ્‍ય પંથકમાં પાણી ચોરીની ઉઠી ફરિયાદ!

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૧૮: ચોટીલા તાલુકાનાં અનેક ગામડાઓમાં પ્રજા માટે જતા પીવાનાં પાણીની લાઇનમાં અને ગામડાઓમાં આવેલ નર્મદાનાં ટાંકાઓમાંથી માથાભારે લોકો દ્વારા પાણી ચોરી થતી હોવાની બૂમરેણ ઉઠી છે ત્‍યારે સમગ્ર તંત્ર અને તંત્ર વાહકો ચૂંટણી કામગીરીમાં વ્‍યસ્‍ત હોવાથી જાગળત નાગરિકે ટાકામાં મોટર મૂકીને વગદાર લોકો દ્વારા પાણી ચોરી કરાતી હોવાનો વિડીયો વાયરલ કરી ખળભળાટ મચાવ્‍યો છે.

વાયરલ વિડીયો ચોટીલાનાં ઠાંગા પંથકનો હોવાનું અને નર્મદાનાં ટાકાની અંદર ગેર કાયદેસર દેડકો મોટરો ઉતારી ગામનાં જ લોકો દ્વારા ટાંકાથી સીધી તેઓના ઘર સુધી મોટી લાઇન દ્વારા પાણી કરવામાં આવતી હોવાનું તેમજ ગે. કા વિજ જોડાણ થી મોટરો ચલાવાતી હોવાનું જણાય છે

પંથકનાં અનેક ગામડાઓમાં પાણી કટોકટીની ફરિયાદો ઉઠી છે આગેવાનો અને તંત્ર વાહકો ચૂટણી કામમાં વ્‍યસ્‍ત છે ત્‍યારે ઙ્કજા બાપડી બનતી હોવાનો તાલ સર્જાયો છે આવા સમયે વિડીયો વાયરલ કરી જાગળત નાગરીકે પાણી ચોરી અટકાવી આવા શખ્‍સો સામે કડક કાર્યવાહી કરવાની આશા તંત્ર સમક્ષ રાખી તંત્ર અને એસી ચેમ્‍બરમાં બેસતા તંત્ર વાહકોને ઢંઢોળવાનો પ્રયાસ કરેલ છે

વાયરલ વિડીયો વાળા સ્‍થળે અને પાણી ચોરી કરનાર સામે તંત્ર કેવું પાણી બતાવે છે તે જોવાનું રહે છે.

(10:40 am IST)