Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

મોરબીમાં પત્‍ની સાથે મોબાઇલમાં બોલાચાલી થતા નેપાળી યુવાને ગળેફાંસો ખાઇ લીધો

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૮ : મોરબીના આલાપ રોડ ઉપર પટેલ નગરમાં આશિષ એપાર્ટમેન્‍ટમાં રહેતા પરેકભાઈ દુર્ગાભાઈ બીકે ઉ.૨૮ નામના યુવાનને તેમના પત્‍ની સાથે મોબાઈલ ફોનમાં કોઈ બાબતે બોલાચાલી થયા બાદ લાગી આવતા એપાર્ટમેન્‍ટના રૂમમાં સીસીટીવી રાખવાના ડીવીઆર સ્‍ટેન્‍ડના એન્‍ગલ સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઈ લેતા મળત્‍યુ નીપજ્‍યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્‍માતે મળત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

વેપારી યુવાન લાપતા

રવાપર રોડ ઉપર આવેલ વિદ્યુતનગરમાં મિલેનિયમ હાઇટ્‍સ એપાર્ટમેન્‍ટમાં રહેતા ઉત્તમભાઇ શૈલેષભાઇ દેથરીયા (ઉ.૨૩) નામનો વેપારી યુવાન ગત તા. ૧૬ના રોજ પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર ક્‍યાંક જતો રહેતા તેમના પિતા શૈલેષભાઇ ડાયાભાઇ દેથરીયાએ મોરબી સીટી એ-ડિવીઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે.

(11:36 am IST)