Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

આરબટીંબડી ગામે અનોખી રીતે જોવાતો વરસાદનો વરતારોઃ આ વર્ષે સોળ આની વરસાદ પડશે

દોઢસો વર્ષથી આ પરંપરા જળવાઈ રહી છે, લોકોને ભારે શ્રધ્‍ધા

(કુલદીપ જે. જોશી) જેતલસર, તા.૧૮: ચાલુ વર્ષે ચોમાસુ કેવું રહેશે તે જાણવા માટે જેતલસર પંથક ના આરબ ટીંબડી ગામે છેલ્લા દોઢસો વર્ષથી રામનવમીના દિવસે રામબાણ નામે એક કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં મામા ભાણેજને બે પાતળી લાકડીઓ લાલ અને કાળા કલરની હાથમાં રખાવીને સામસામે ઉભા રાખવામાં આવે છે. અને મામા ભાણેજના હાથમાં રહેલ બંને લાકડીઓ વચ્‍ચે એક ત્રીજી શોટી બાજોટ પર માટીમાં ખૂંચાડી વચ્‍ચે ઉભી રાખવામાં આવે છે. આ વખતે વરતારો જોવામાં લાલ કલરના કપડાંવાળી લાકડી ત્રણવાર વચ્‍ચે ઉભી રાખેલ લાકડીને અડી જતાં ચાલુ વર્ષે સોળ આની વરસાદ પડશેતેવું જાહેર કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ જય શ્રી રામનો જયકાર બોલાવી વરતારો જોવાનું શરૂ થાય છે. અને મામા ભાણેજ બંનેએ પકડેલ લાલ અને કાળા કલરની લાકડી પૈકી કયાં કલરની લાકડી વચ્‍ચે ઉભી રાખેલ લાકડીને અડે તેના પરથી આવતા વર્ષે કેવો વરસાદ પડશે તે જાહેર કરવામાં આવે છે. અને આ દરમિયાન મામા ભાણેજ બંને પર પાણી રેડવામાં આવે છે.

(2:21 pm IST)