Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

જૂનાગઢ ગાયત્રી અને વાઘેશ્વરી મંદિરે દિકરીઓએ નૃત્‍ય સાથે માતાજીની ઉપાસના ધીમહી જોષી અને આયુષી ટાંક પર અભિનંદન વર્ષા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૮: જૂનાગઢના ગાયત્રી મંદિર અને વાઘેશ્વરી મંઘ્રિ ખાતે બે દિકરીઓએ ભારતનાટયમ નૃત્‍ય સાથે માતાજીની સ્‍તુતી વંદના કરી.

જૂનાગઢના એડવોકેટ સ્‍નેહલભાઇ જોષી અને ગાયત્રીબેન પુત્રી ધીમહી જોષી એ ભારતીય સંસ્‍કૃતિ મુજબના નૃત્‍ય દ્વારા માં જગદંબા આરાધના કરેલ તેમજ આયુષી જયેશભાઇ ટાંક એ પણ નૃત્‍ય દ્વારા આરાધના કરી હતી. આ પ્રસંગે ગાયત્રી પરિવારના નાગભાઇ વાળા વિજયભાઇ કિકાણી જગદીશભાઇ વસાવડા મુકેશભાઇ રાજપરા, ગીરીશભાઇ કોટેચા સહિતના માઇ ભકતો ઉપસ્‍થિત રહ્યા હતા. અને ચૈત્રી નવરાત્રીની ભાવભેર ઉજવણી કરી હતી. તસ્‍વીરમાં નૃત્‍ય રજુ કરી ધીમહી જોષી અને ટાંક આયુષી નજરે પડે છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(1:59 pm IST)