Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

કેશોદના માણેકવાડા ગામે માલબાપા મંદિરના ગર્ભગૃહને સોનાથી મઢાયુ

રાણીગા સોની પરિવાર તરફથી ૭૦૦ ગ્રામ સોનાથી પંદર દિવસની કામગીરી

( સંજય દેવાણી દ્વારા)કેશોદ, તા. ૧૮:  માણેકવાડા માલબાપા ના સાનિધ્‍યમાં ગર્ભ ગળહને સોનાથી મઢવામાં આવતાં  આનંદ જોવા મળ્‍યો હતો.                                 

અત્રેથી લગભગ ૧૨ કી. મી. દૂર આવેલ માણેકવાડા ગામે સાક્ષાત નાગકુળના દેવતા માલબાપા બિરાજે છે.

પૌરાણિક ધાર્મિક પુસ્‍તકો અને લોકસાહિત્‍ય મા માણેકવાડા માલબાપા નો ઉલ્લેખ જોવા મળે છે.કેશોદ અને પોરબંદરનાં રાણીગા સોની પરિવાર તરફથી માણેકવાડા માલબાપા મંદિરના અંદરના ગર્ભગળહને  સુવર્ણથી મઢવાની પરિવારના મોભીની ઈચ્‍છા હતી જે આજરોજ પરિવારજનો દ્વારા શાષાોક્‍ત વિધિ સાથે નાગદેવતા ને અર્પણ કરી ધન્‍યતા અનુભવી હતી.

 શ્રી માલબાપા મંદિરમાં ગર્ભગળહ માં આશરે ૭૦૦ ગ્રામ જેટલું સોનુ વાપરવામાં આવ્‍યું છે. આ ગર્ભ ગળહને મઢવામાં ૧૫ દિવસ જેટલો સમય લાગ્‍યો છે.  માલબાપા મંદિરના અંદરના ભાગમાં નાગદેવતાનું આશન સહિત ગર્ભગળહ સોનાથી મઢવામાં આવતાં ભાવિકો ભાવ વિભોર બનેલ.   પવિત્ર શ્રાવણ માસમાં માણેકવાડા માલબાપા મંદિર ખાતે લાખો શ્રધ્‍ધાળુઓ દર્શન નો લાભ લેવા આવે છે અને દાતાઓ અને નાગદેવતા માલબાપા મંદિર તરફથી અવિરત દર્શનાર્થીઓ માટે ફરાળ પ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. સમગ્ર સૌરાષ્‍ટ્રના લોકોની આસ્‍થાનું કેન્‍દ્ર બનેલ માણેકવાડા માલબાપા મંદિર ખાતે શ્રધ્‍ધાળુઓ પોતાની મનોકામના પુર્ણ થતાં દુર દુરથી પગપાળા દર્શનાર્થે આવે છે. પવિત્ર શ્રાવણ માસમાં સોમવારે સ્‍વયંભુ લોકમેળો યોજાય છે અને લાખો ભક્‍તો દર્શનાર્થે આવે છે. સનાતન ધર્મ ના અમુક જ્ઞાતિ સમાજના પરિવારજનો બાળક નો જન્‍મ થાય કે લગ્ન પ્રસંગે છેડાછેડી છોડવા માણેકવાડા માલબાપા મંદિર ખાતે આવે છે. જુનાગઢ સોમનાથ હાઈવે રોડ પર આવેલા માણેકવાડા માલબાપા મંદિર ખાતે કાયમી પસાર થતાં વાહનચાલકો શ્રીફળ વધેરી દર્શન કરી પોતાની યાત્રા આગળ ધપાવે છે. કેશોદના માણેકવાડા માલબાપા મંદિર ખાતે શ્રધ્‍ધાળુઓ ભાવિકો ભક્‍તો ને રહેવાની પણ ઉત્તમ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

(2:01 pm IST)