Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

જામનગરમાં ઓશવાળ સેન્ટર ખાતેથી ભાજપના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમની વિજય સંકલ્પ રેલી; કેન્દ્રીય પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર સહિતના ભાજપના નેતાઓ જોડાયા

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મુળુભાઇ બેરા,નાયબ દંડક જગદીશ મકવાણા, રિલાયન્સના ધનરાજભાઈ નથવાણી,ધારાસભ્ય જયેશ રાડદીયા, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોરધનભાઈ ઝડફીયા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, પબુભા માણેક, મેઘજી ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

જામનગરમાં ઓશવાળ સેન્ટર ખાતે ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમની હાલાર આશીર્વાદ યાત્રાની જંગી જાહેરસભા યોજાઈ હતી આ વેળાએ કેન્દ્રીય પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, મુળુભાઇ બેરા, વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા, રિલાયન્સના ધનરાજભાઈ નથવાણી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાડદીયા, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોરધનભાઈ ઝડફીયા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, પબુભા માણેક, મેઘજી ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 
  વિજય સંકલ્પ રેલી દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી દ્વારા દેશના વિકાસમાં થઈ રહેલ કામોને લઈને ભારત વિશ્વ ગુરુ બનવા તરફ જઈ રહ્યો છે ત્યારે દેશ હિતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર બને તે માટે સનાતન અને લોકોના સર્વાંગી વિકાસ માટે ભાજપને જીતાડવા અપીલ કરવામાં આવી હતી. આ સભા દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જામનગરમાં ઓશવાળ સેન્ટર ખાતેથી ભાજપના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમની વિજય સંકલ્પ રેલી નીકળી હતી. આ રેલીમાં કેન્દ્રીય પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર ઉપરાંત ભાજપના નેતાઓ જોડાયા હતા.તે તસ્વીરમાં નજરે પડે છે ( તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

 

(11:41 pm IST)