Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જુનાગઢના પ્રવેશ દ્વાર પર આવેલી સિંહની પ્રતિમાં ભારે પવન અને ધોધમાર વરસાદના લીધે ધરાશાયી

સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ

જુનાગઢ : સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાએ તાંડવ મચાવવાનું શરુ કરી દીધું છે. ત્યારે જુનાગઢના પ્રવેશ દ્વાર પર રાખવામાં આવેલી સિંહની પ્રતિમાં ભારે પવન અને ધોધમાર વરસાદના કારણે ધરાશાઈ થઈ જવા પામી છે. તો બીજી બાજુ સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

વાવાઝોડા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, વાવાઝોડું દીવ અને ઉનાની વચ્ચે છે. સંપૂર્ણ વાવાઝોડું દોઢ બે કલાકે શરૂ થશે. જેમાં 150 કિ.મી. પવન રહેશે. આખી પ્રક્રિયા ચાર કલાક ચાલે છે. ચાર જિલ્લા ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં વધુ અસર થશે. લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. વાવાઝોડાની અસરમાં ઝાડ પડ્યા છે અને લાઇટો બંધ થઇ છે. જામનગર, રાજકોટ, પોરબંદર, આણંદ, ભરૂચ અને ધોલેરામાં પણ તેની અસર જોવા મળશે.

તાઉ તે વાવાઝોડાના પગલે નવસારી જિલ્લામાં પવનના સુસવાતા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કાંઠા વિભાગના 16 ગામોમા સાવચેતીના પગેલ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથના ઉનામાં ભારે પવનના કારણે 200 જેટલા વૃક્ષો ધારાશાયી થતા વીજ પૂરવઠો ખોરવાયો છે.

નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડ્યો છે. તકેદારીના ભાગરૂપે કાંઠા વિસ્તારના 16 ગામોમાં વીજ પૂરવઠો કાપી નાંખવામાં આવ્યો છે. ગીર-સોમનાથના ઉનામાં પણ ભારે પવનથી 200 જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. જેનાથી વીજપૂરવઠો ખોરવાઈ ગયો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સ્થિતિની સમીક્ષા માટે ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચી ગયા છે. તેમણે કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ થકી કાંઠા વિસ્તારના જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી છે.

“તૌકતે” વાવાઝોડાના પગલે અમદાવાદમાં પણ અનેક ઠેકાણે વરસાદ શરૂ થઈ ગયો છે.

તૌકતે વાવાઝોડાના પગલે એસ્ટ્રોનોમિકલ ટાઇડલ વેવ્ઝની ચેતવણી અપાઇ છે. જેમાં 3-4 મીટરના ટાઇડલ વેવ્ઝની અપેક્ષા છે. જ્યારે વાવાઝોડાની ગેલ વિન્ડ સ્પીડ 155-185 KMPH રહેવાની શક્યતા છે.

“તૌકતે” વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતના મુખ્યમંત્રીઓ ઉપરાંત દીવ-દમણના પ્રશાસકો સાથે ટેલિફોનીક વાતચીત કરી છે.

ગુજરાતના કાંઠે ટકરાયા બાદ વાવાઝોડું નબળુ પડતું જશે. ગુજરાતમાં “તૌકતે”ની અસરથી મંગળવારે પણ દિવસભર વરસાદ પડી શકે છે. 18મીં મેના રોજ બપોર સુધી લૉ ડિપ્રેશનના ક્ષેત્રમાં બદલાતા તે હિમાલય તરફ આગળ વધી જશે.

(1:47 am IST)
  • વિજયભાઈના વડપણ હેઠળ હાઈલેવલ મીટીંગનો ધમધમાટ : ૧૪ કોસ્ટલ જિલ્લાઓની સ્થિતિ અંગે થયું આલકન : ૪૨૩૧ ગામડામાં અંધારપટ : ૧૯૫૮માં પુરવઠો શરૂ : ૩૫૦૨ ફીડર ડેમેજ થયા : ૧૦૭૭ થાંભલાને નુકશાન : ૨૫ ટ્રાન્સફોર્મર ખોરવાયા : અમરેલી - ભાવનગર અને ગીર સોમનાથ સૌથી વધુ અસરગ્રસ્ત જીલ્લા બન્યા access_time 12:47 pm IST

  • ગુજરાતમાં પ્રવર્તમાન વાવાઝોડા અને વરસાદ ની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર સ્ટેન્ડબાય હોવાને અનુલક્ષી ને સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ ની કામગીરી આવતીકાલે પણ સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે : આ કામગીરી હવે તા. 20 મે 2021 ગુરુવાર થી ફરી શરૂ કરવામાં આવશે તેમ રાજ્ય સરકારે જણાવ્યું છે. access_time 7:24 pm IST

  • અમદાવાદમાં સવારથી ધીમીધારે ચાલુ : વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છેઃ વ્‍હેલી સવારથી પવનની સાથોસાથ ધીમીધારે વરસાદ ચાલુ છે access_time 11:08 am IST