Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

બગસરા પંથકમાં નદી નાળા છલકાયા : છાપરા ઉડયા : નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા

બગસરા : બગસરા પંથકમાં નદીનાળા છલકાયા તથા છાપરા કાચા મકાનો ઉડયા રોડ પર પાણી ફરી વળ્‍યા અનેક જગ્‍યાએ ગ્રામ્‍ય તથા શહેરોમાં ભારે નુકસાની જોવા મળી રહી છે. હજુ વાવાઝોડુ ચાલુ છે. ત્‍યારે પરિસ્‍થિતી અતિ ગંભીર અને ખરાબ જોવા મળી રહી છે બગસરાના વિસ્‍તારમાં ભારે નુકસાનએ જોવા મળી છે, તથા નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ઘૂસી ગયા છે અંદાજે આઠની દસ ઇંચ જેવો વરસાદ પડી હોય તેવું જોવા મળ્‍યુ છે. (તસ્‍વીર -અહેવાલ : સમીર વિરાણી બગસરા)

 

 

(11:25 am IST)
  • અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાની અસરથી મોડાસા, મેઘરજ, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ access_time 1:41 am IST

  • ઉના તાલુકામાં ૧રપ કિ.મી. ઝડપે પવન સાથે ૪ થી પ ઇંચઃ ભારે નુકસાનીઃ જાનહાની નથી : નવાબંદર સૈયદ રાજપરા કાંઠે ૮ થી ૧૦ મોંજા ઉછળ્‍યાઃ કાચા મકાનો-વૃક્ષો પડી ગયાઃ મકાનો ઉપર પતરા ટાંકી તથા સોલાર સીસ્‍ટમ ઉડી ગઇઃ નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયાઃ આજે સવારે મધ્‍યમ પવન access_time 12:35 pm IST

  • વેક્સીન માટે હજુ રાહ જાવી પડશે : સેન્ટરો ખોલવા માટે હજુ સુધી સરકારનો કોઈ આદેશ નહિં : રાજય સરકારે વાવાઝોડાને કારણે તા.૧૭ અને ૧૮ ઍમ બે દિવસ માટે કોરોના વેક્સીન મૂકવાના સેન્ટરો બંધ રાખવા આદેશ કરેલ : આ આદેશ બાદ હજુ સુધી વેક્સીન સેન્ટરો ખોલવા માટે કોઈ આદેશ નથી : નવો આદેશ આવે ત્યાં સુધી મનપા વેક્સીન સેન્ટરો ખોલશે નહિં access_time 4:58 pm IST