Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉના ના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારો માં રાહત કાર્ય માટે 100માણસો ની ટિમ મોકલાશે :મેયર, કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન ની જાહેરાત

“તાઉતે” વાવાઝોડા અનુસંધાને સફાઈ કામ અને પડી ગયેલા વૃક્ષો હટાવવા રાજકોટથી મહાનગરપાલિકાની ટીમ ઉના મોકલવા મેયરશ્રી ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલનો સંયુક્ત નિર્ણય

૧૦૦ સફાઈ કામદારો, ૨ JCB, ૨ ડમ્પર, ૨ ટ્રી કટર અને ઓપરેટર સહીતનો કાફલો ઉના ખાતે ફરજ બજાવશે: મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રી

તારીખ: ૧૮-૦૫-૨૦૨૧

       “તાઉતે” વાવાઝોડાની સૌથી વધુ અસર જ્યાં થયેલી છે તે ગામો પૈકી ઉના ખાતે ગંદકીના કારણે રોગચાળો ન પ્રસરે તે માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવા અને રસ્તા પર પડી ગયેલા વૃક્ષો હટાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની એક ટીમ સાધન-સામગ્રી અને વાહનો સાથે ઉના મોકલવાનો મેયરશ્રી ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલનો સંયુક્ત ઉમદા નિર્ણય કર્યો છે.

      અત્યંત તોફાની સ્વરૂપમાં ત્રાટકેલા “તાઉતે” વાવાઝોડાએ ઉના શહેરને સારી પેઠે ધમરોળી નાખ્યું છે, આ સંજોગોમાં શહેરમાં તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી હાથ ધરાય અને જાહેર માર્ગો પર ધરાશાયી થયેલા વૃક્ષો હટાવી વાહન વ્યવહાર રાબેતામુજબ બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના ૧૦૦ સફાઈ કર્મચારીઓ, ૨ JCB મશીન, ૨ ડમ્પર, ૨ ટ્રી કટર મશીન, ૨ ઓપરેટર સહિતની બે બસનો કાફલો ઉના મોકલવામાં આવશે, તેમ મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

(જન સંપર્ક અધિકારી)

રાજકોટ મહાનગરપાલિકા

(5:56 pm IST)