Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ભુજમાં બે ઈંચ, નખત્રાણા એક ઈંચ, રાપર, ગાંધીધામ અડધો ઈંચ

 (વિનોદ ગાલા દ્વારા)  (ભુજ) ભારે ઉકળાટ અને બફારા પછી મેઘરાજાએ આજે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ બન્નેમાં પોતાની એન્ટ્રી કરી છે. આજે જિલ્લાના ૪ તાલુકાઓ ઉપર મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે. આજે બપોરે ૧૨ વાગ્યા બાદ પલટાયેલા વાતાવરણ પછી સાંજે ૬ વાગ્યા સુધી વરસાદના આંકડા આ પ્રમાણે છે. ભુજમાં બે ઈંચ, નખત્રાણામાં એક ઈંચ, ગાંધીધામ અને રાપરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે, પૂર્વ કચ્છમાં સતત બીજે દિવસે વરસાદ પડ્યો છે.

(7:06 pm IST)