Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ગોંડલ રાજમાતા શ્રી કુમુદકુમારીબા સાહેબ દ્વારા પ્રસિદ્ધ પુસ્તક"રેસીપીસ ઓફ મહારાણી" નું ભવ્યતા પૂર્વક વિમોચન કરાયું .

પુસ્તક માં ૫૪ પ્રકારની વિવિધ વાનગીઓની રેસિપી છે તથા દરેક વ્યક્તિનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેનો પણ પ્રયાસ

ગોંડલ; દેશના તમામ રાજ્યો ના અલગ અલગ પરિવારોના રસોડા મા વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનતી હોય છે.તેના ભાગરૂપે ગોંડલના  રાજમાતા  કુમુદકુમારીબા  દ્વારા લખાયેલું અને પ્રસિદ્ધ કરાયેલા પુસ્તક નું વિમોચન મુંબઈ   રોયલ ઓપેરા હાઉસ ખાતે ગોંડલ મહારાજા  હિમાંશુસિંહજી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ.

 આ પ્રસંગે દેશના રાજવી પરિવારો તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ તકે  રાજમાતા સાહેબે જણાવ્યું કે આ પુસ્તક માં ૫૪ પ્રકારની વિવિધ વાનગીઓની રેસિપી છે તથા દરેક વ્યક્તિનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેનો પણ પ્રયાસ  કરવામાં આવ્યો છે પોતે ભાવનગર રાજવી પરિવારના કુંવરી હોય તેમને વારસામાં વિવિધ વાનગી બનાવવાની પદ્ધતિ ની ભેટ મળી છે આ સાથે ગોંડલ રાજવી પરિવારમાં બનતી અલગ અલગ પ્રકારની વાનગીઓ તેમજ પોતાના વિશ્વભર ના અનેક વ્યાપક પ્રવાસો દ્વારા પણ ઘણી માહિતી રસોઈની મળી છે તથા તેમના પોતાના રસોડા ના પ્રયોગો પણ સામેલ છે.દરેક સામાન્ય વ્યક્તિ પરિવાર સાથે પણ શાહિ જમણ નો આનંદ મેળવી શકે તે તેમનો સુંદર પ્રયાસ છે

(10:05 am IST)