Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વાવેતર માટે આપેલી જમીન પર ખેરાળીના શખ્‍સે કબજો જમાવ્‍યો

વઢવાણ,તા. ૧૮: વઢવાણ ધારાસભ્‍યના પુત્રની ખેરાળીમાં આવેલી જમીન તેમણે એક મહિલાને વાવેતર માટે આપી હતી.તે જમીન પર એક શખ્‍સે ગેરકાયદે રીતે કબજો કરી લીધો હતો.વારંવાર જમીન ખાલી કરવા કહેવા છતા ખાલી કરી ન હતી.આથી કલેક્‍ટર કચેરીમાં લેન્‍ડગેબ્રીંગ અંગે ફરીયાદ કરતા તપાસ સમિતિએ ગુનો નોંધવાનુ જણાવતા જોરાવરનગર પોલીસ સ્‍ટેશન ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે. જોરાવરનગર પોલીસ સ્‍ટેશને વઢવાણ ૮૦ ફુટરોડ પર તપોવનના રહીશ કલ્‍પેશભાઇ ધનજીભાઇ મકાસણાએ લેન્‍ડગેબ્રીંગ અંગે ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્‍યા મુંજબ વઢવાણના ખેરાળી ગામે જમીન શાકુબેન કુંવરજીભાઇ રીબડીયા રહે ખેરાળી પાસેથી વર્ષ ૨૦૦૮માં ખરીદી હતી.આ જમીન પીયત છે શાકુબેન કોળી પાસેથી લીધી તે સમયે તેઓ પાસે રહેવા કોઇ જમીન ન હોય આ જમીનમાંથી ૧૨૪૦ ચોવાર જમીન રહેવા ૧૦૦ના સ્‍ટેમ્‍પર લખાણ કરી અલગથી રહેવા આપી હતી.તે સીવાયની જમીન શાકુબેનને કુંવરજીભાઇ રીબડીયાને ખેડવા આપી હતી. તેઓએ એક વર્ષ જમીન ખેડી જેનો કોઇ ભાગ પણ લીધો ન હતો.વર્ષ ૨૦૧૦માં માલિકીની જમીન પર જતા કનુભાઇ કુવરજીભાઇ રીબડીયા ખેરાળીવાળા સીમમાં હતા.તેઓએ આ જમીન પર પોતે કબજો જમાવેલ હોવાનુ જણાવ્‍યુ હતુ.અને આ બાજુ આવતા નહીં નહીંતો સારાવાટ નહીં આવે અમોએ વારંવાર તેમને જમીન ખાલી કરવા કહ્યુ પરંતુ તેઓએ જમીન ખાલી કરી ન હતી.

(12:34 pm IST)