Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

હાપાનો ફરાર કેદી ઝડપાયો

 

 જામનગર : સીટી બી પોલીસ સ્‍ટેશનના ફર્સ્‍ટ ગુના નંબર ૨૩૬/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૦૨ -૧૨૦ બી વિગેરે મુજબ ગુનામાં કામે જામનગર જિલ્લા જેલ ખાતે સજા ભોગવી રહેલી. કેદી નં. ૪૬/૨૦૨૨ નામે દિપક નાનજીભાઇ રાઠોડ રહેવાસી જવાહરનગર મંદિર પાસે હાપા વાળો વચગાળાના જામીન ઉપર છૂટયા બાદ ફરાર થઇ ગયેલ જેને બાતમી આધારે હાપા રેલવે સ્‍ટેશન ખાતેથી ઝડપી પાડી જિલ્લા જેલ જામનગર ખાતે પરત સોંપવા અંગેની તજવીજ કરવામાં આવેલ. આ કામગીરી પેરોલ/ફર્લો સ્‍કવોડના પો.સબ.ઇન્‍સ. એ.એસ.ગરચર તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ પો.હેડ કોન્‍સ. લખધીરસિંહ જાડેજા, ગજેન્‍દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્‍લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશભાઇ સુવા, કરણસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર તથા પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રભાઇ વૈષ્‍ણવ, મહીપાલભાઇ સાદીયા તથા અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના નિર્મળસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમાર દ્વારા કરવામાં આવેલ છે.

(1:34 pm IST)