Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વિસાવદર સરદાર પટેલ સેવાદળ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સરસ્‍વતી સન્‍માન સંપન્‍ન

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૮ : વિસાવદર સરદાર પટેલ સેવાદળ વિસાવદર દ્વારા સ્‍વામિનારાયણ ગુરુકુલ-વિસાવદરનાં ઉપક્રમે પૂ. આનંદ સ્‍વામી, પૂ.મુકુન્‍દ સ્‍વામીનાં આશીર્વાદ તથા સંસ્‍થાનાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રાના માર્ગદર્શન અને સમગ્ર ટીમનાં આયોજન દ્વારા તાલુકાની વિવિધ શાળાઓમાં માં ધોરણ ૧૦ અને ૧૨ માં શાળાવાઈઝ અવલ્લ નંબરે ઉત્તીર્ણ થયેલા પ્રથમ, દ્વિતિય તેમજ તૃતીય નંબર મેળવનાર પટેલ જ્ઞાતિના તેજસ્‍વી તારલાઓ નાં શિલ્‍ડ એનાયત કરીને સન્‍માન કરવામાં આવેલ તેમજ કૃષિક્ષેત્રે યોગદાન રહેલું છે એવાં જ્ઞાતિ રત્‍નો નાગજીભાઈ શંભુભાઈ ભાયાણી કાલસારી , પ્રવિણભાઇ કુરજીભાઈ આસોદરિયા સરપંચ સુડાવડ તેમજ સમારોહમાં શિલ્‍ડ અને સન્‍માનપત્રનાં દાતા દિનેશભાઇ વેકરીયા વેકરીયા બ્રધર્સ માર્કેટિંગ યાર્ડ વિસાવદરને સન્‍માનપત્ર અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવેલ.આ ઉપરાંત માર્ચ ૨૦૨૨માં લેવાયેલ ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ૯૯-૯૮ ટકા પીઆર સાથે સ્‍વામિનારાયણ ગુરુકુલ હાઈસ્‍કૂલ વિસાવદરની વિધાર્થીની કુ.દિયા સુરેશભાઈ ભુવાને શ્રેષ્ઠ શિક્ષા ગૌરવ સન્‍માનથી સન્‍માનિત કરવામાં આવેલ.

રમણીકભાઇ ગોહેલ નિવૃત્ત આચાર્ય પે સેન્‍ટર કન્‍યા શાળા-વિસાવદર દ્વારા મોમેન્‍ટો અર્પણ કરવામાં આવેલ સાથે નાગજીભાઈ ભાયાણી દ્વારા રોકડ પુરસ્‍કાર આપવામાં આવેલ.આ પ્રસંગે વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડદોરીયા, કોંગ્રેસ અગ્રણી ભરતભાઈ અમીપરા, વિસાવદર નગરપાલિકા કોર્પોરેટર શ્રીમતી વિમળાબેન દુધાત્રા,જુનાગઢ જિલ્લા વિશ્વ હિન્‍દુ પરિષદ (ગ્રામ્‍ય) અધ્‍યક્ષ હરેશભાઈ સાવલીયા, પૂર્વ તા.પં. ઉપપ્રમુખ ભરતભાઈ કોટડીયા,સંજયભાઈ સોજીત્રા,રમેશભાઈ માગરોળીયા, બાબુભાઈ હપાણી,રોટરી કોમ્‍યુનિટી કોર્પ્‍સ વિસાવદરનાં પ્રમુખ કૌશિકપુરી ગૌસ્‍વામી, સેક્રેટરી આશિફભાઈ કાદરી, વિસાવદર માનવ સેવા સમિતિનાં મંત્રી રમણીકભાઇ ગોહેલᅠ સહિતના ઉપસ્‍થિત રહેલ. સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ સમારોહને સફળ બનાવવા સરદાર પટેલ સેવાદળ નાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, મંત્રી જેન્‍તીભાઇ ખૂંટ, ઉપપ્રમુખ વિપુલભાઈ વેકરિયા, ખજાનચી અતુલભાઈ રાણપરિયા, મેમ્‍બર નાથાભાઈ વસોયા, જયસુખભાઇ રતનપરા, ડાયાભાઇ વેકરીયા, જીતેન્‍દ્રભાઈ ડોબરીયા, ધીરજભાઈ પડસાળા, વિજયભાઈ રીબડીયા, સુરેશભાઇ ભુવા, ધનશ્‍યામભાઈ ભાલાળા, સહિતના એ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમમાં શાબ્‍દિક સ્‍વાગત વિપુલભાઈ વેકરીયા, સંચાલન રમણીકભાઇ ગોહેલ અને આભારવિધિ જીતેન્‍દ્રભાઈ ડોબરીયાએ કરી હતી.

(1:40 pm IST)