Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

કચ્છમાં કોરોના બન્યો કાળ : વધુ ૩ નો લીધો ભોગ, નવા ૨૪ સાથે કુલ કેસ ૯૪૧: ભુજના પૂર્વ ઉપનગરપતિ માંજોઠીને પોઝીટીવ

ભુજ,તા.૧૮:  કચ્છમાં વધુ ૩ મોત અને ૨૪ કેસ સાથે કોરોના હવે કાળમુખો બન્યો છે. કોરોનાએ ત્રણ ત્રણ માનવ જિંદગીનો ભોગ લેતા મૃત્યુનો આંક વધીને ૪૫ થયો છે. મૃત્યુ પામનારમાં મહેશભાઈ મદન સંઘવી (ઉ.૫૮, માંડવી), નયનાબેન જશવંત પરમાર (ઉ. ૪૩, રાપર) એ બે નામ સતાવાર જાહેર કરાયા છે. જયારે પરમ દિ' મોડી રાત્રે મૃત્યુ પામનાર રણછોડભાઈ ગોપાલ મોખા (ઉ.૫૮, મુન્દ્રા) એ નામ જાહેર કરાયું નથી. આમ તંત્રએ ત્રણ પૈકી બે મોત જ ગઈકાલે રાત્રે જાહેર કરેલી સત્ત્।ાવાર યાદીમાં દર્શાવ્યા છે. જોકે, યાદીમાં સત્ત્।ાવાર મોત ૩૯ દર્શાવ્યા છે પરંતુ મોતનો આંકડો ૪૫ થવા જાય છે.

ગઈકાલે ૨૪ કેસમાં ભુજ પંથકમાં સામટા ૧૦ કેસ નોંધાયા છે. જેમાં ભુજના ઉપનગરપતિ ઈસ્માઈલ માજોઠીને પણ કોરોના પોઝિટિવ ડિટેકટ થયો છે. ૫૭ વર્ષીય ઈસ્માઈલ માજોઠી ભાજપના અગ્રણી છે. જયારે અન્ય કેસોમાં ગાંધીધામમાં ૭, માંડવીમાં ૪, અંજારમાં ૩ કેસ નોંધાયા છે. યાદીમાં વધુ એક છબરડો કરી એક પોઝિટિવ દર્દીના નામ સાથે તેના કાઠડા ગામ સહિત માંડવી તાલુકાને ભુજમાં દર્શાવી દેવાયો છે.

કચ્છમાં તંત્ર દ્વારા યાદી મોડી જાહેર કરવી, પોઝિટિવ ટેસ્ટ અંગેના રિપોર્ટ મોડા જાહેર કરવા, પોઝિટિવ દર્દીઓની સંખ્યા અને મોતના આંકડાઓમાં ફેરફાર, રાજય સરકારના સત્ત્।ાવાર કોવિડ ૧૯ ડેશબોર્ડમાં દર્દીઓ અને મોત સંદર્ભે અલગ માહિતી જયારે સ્થાનિકે યાદીમાં અલગ માહિતી સહિતની અનેક ઈરાદાપૂર્વકની ભુલોને પગલે સરકારની પ્રતિષ્ઠા ઝંખવાઈ રહી છે. સંવેદનશીલ હોવાના સરકારના દાવા વચ્ચે કચ્છમાં કોરોનાની કડવી સચ્ચાઈ કંઈક અલગ જ છે. (૨૨.૧૭)

(12:02 pm IST)