Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

મોડી રાત્રે જામનગરમાં પ્રણામી સ્કૂલ નજીક નશામાં કારમાં આવેલા શખ્સોએ દંગલ મચાવ્યું : બે કારોમાં બેફામ તોડફોડ : એલસીબી સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો

ઘટનાને અંજામ આપનાર ચાર શખ્શો બુટલેગર હોવાની ચર્ચા : એક શખ્શ ઝડપાયો

જામનગરના પ્રણામી સ્કૂલ નજીકના હિરજી મિસ્ત્રી રોડ પર આજે નશામાં કારમાં આવેલા કેટલાક શખ્સોએ દંગલ મચાવ્યું હતું વિસ્તારમાં પડેલી બે કારોમાં બેફામ તોડફોડ કરવાની ઘટના બની હતી. મોડી રાત્રે બનેલી ઘટનાથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.અને હોબાળો મચતા LCB સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટનાને અંજામ આપનાર 4 શખ્સો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અને તમામ બુટલેગર હોવાનું જાણવા મળી રહ્યું છે અને એમાંથી એક શખ્સ પોલીસે ઝડપી પાડ્યો છે. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

 

(12:18 am IST)