Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ગરૂડેશ્વર ના ભીલવશી ગામ ખાતે જુગાર રમતા બે આરોપીને ૫૬,૬૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ,પોલીસ અધિક્ષક,નર્મદાનાએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી. બી.નાઓના સુપરવિઝન હેઠળ સી.એમ.ગામીત તથા એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો સાથે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશ વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા દરમ્યાન સી.એમ.ગામીત પો.સ.ઇ. એલ.સી.બી. ના ઓને બાતમી મળેલ કે,ભીલવશી ગામની સીમમાં કેટલાંક ઇસમો પત્તા- પાનાનો હારજીતનો જુગાર રમતા હોવાની ચોક્કસ માહીતી મળેલ બાતમી આધારે સી.એમ. ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ ના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યા ઉપર જુગાર અંગેની રેઇડ કરતા કેટલાક ઇસમો ટોળુ વળીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહેલ હોય તેઓને ઝડપી પાડી જે પૈકી (૧) અશોકભાઇ અંબાલાલ તડવી (૨) નગીનભાઇ નરસીંહભાઇ તડવી બન્ને રહે.મોટીરાવલ તા. ગરૂડેશ્વર જી.નર્મદાનાઓને ઝડપી પાડી તથા પોલીસ ની રેઇડ દરમ્યાન અંધારાનો લાભ લઇ નાસી ગયેલ  હતો


આરોપી પૈકી(૧) સુખરામભાઇ ભયજી ભાઇ તડવી (૨) રાહુલભાઇ મહેશભાઇ તડવી બન્ને રહે.મોટીરાવલ તા. ગરૂડેશ્વર (3) અક્ષયભાઇ જેના બાપના નામની ખબર નથી તે રહે. કોયારી તા.ગરૂડેશ્વર (૪)આસીફભાઇ જેના બાપના નામની ખબર નથી તેને જુગાર ના ગેરકાયદેસર પત્તાપાનાનો હારજીતનો જુગાર પૈસાની લગાઇથી રમી પકડાયેલ આરોપીઓ પાસેથી અંગ ઝડતીના તથા દાવ ઉપરની રોકડ રૂ. ૧૮,૬૧૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ. 3000/- તથા મોટર સાયકલ નંગ-૧ કિ.રૂ. ૩૫000/- મળી કુલ્લે કિ.રૂ. ૫૬,૬૧૦ના મુદ્દામાલ કબજે કરી તેઓની વિરૂધ્ધમાં ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(1:20 am IST)