Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

રાત્રે ભાવનગરમાં ૩ll, સવારે માળીયા હાટીનામાં ૧ ઇંચ

સર્વત્ર મેઘમહેરથી ભારે તારાજી : નદી - નાળા ડેમ ઓવરફલો : હવે મેઘવિરામની જરૂર

રાજકોટ તા. ૧૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર મેઘમહેર યથાવત છે અને રાત્રીના ભાવનગરમાં સાડા ત્રણ ઇંચ તથા સવારે જુનાગઢના માળીયાહાટીનામાં ૧ ઇંચ વરસાદ પડયો છે.

સૌરાષ્ટ્ર પર આ વર્ષે મેઘરાજાની મહેર થઇ છે. જોકે મેઘમહેર દરમિયાન પણ કેટલોક સમય વરાપ નીકળે એ અત્યંત જરૂરી અને લોકો પણ હવે એવું ઇચ્છી રહ્યા છે. કારણ કે અવિરત વરસાદને કારણે મેઘમહેરનો રાજીપો તણાઇ ગયો છે અને હવે તારાજીની સ્થિતિ સામે આવતા નારાજી વધી રહી છે. સરસ્વતી નદીમાં દાયકાનું સૌથી મોટું પૂર આવ્યું છે, તાલાલા પંથક ભારે વરસાદને કારણે વિખૂટો પડયો છે, પાકમાં નુકસાનીથી લીલા દુકાળની ભીતિ વ્યકત થઇ રહી છે. જ્યારે અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.

ભાવનગર

ભાવનગર : ભાવનગર શહેરમાં રાતભર મેઘરાજા મન મુકી વરસ્યા હતા. શહેરમાં સાડાત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જ્યારે જિલ્લાના ગ્રામ્ય પંથકમાં અર્ધાથી દોઢ ઇંચ વરસાદ પડયો છે.

છેલ્લા પાંચ દિવસથી ભાવનગર - જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે છુટો છવાયો વરસાદ વરસી રહ્યો હતો. ગત સોમવારની રાત્રે મેઘરાજા મન મુકી વરસ્યા હતા અને રાતથી વહેલી સવાર સુધી વરસાદ વરસાવ્યો હતો. શહેરમાં સાડાત્રણ ઇંચ વરસાદ વરસી ગયો છે. સવારે ઉઘાડ નીકળ્યો હતો.

આજે સવારે છ વાગ્યે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર શહેરમાં ૮૭ મીમી, સિહોરમાં ૩૯ મીમી, ઉમરાળામાં ૩૦ મીમી, ઘોઘામાં ૨૦ મીમી, લભીપુરમાં ૧૮ મીમી, પાલીતાણામાં ૭ મીમી વરસાદ નોંધાયો છે.

દરમિયાન આજે મંગળવારે સવારે વરસાદે વિરામ લીધો હતો અને તડકો નીકળતા લોકોમાં રાહત અનુભવાઇ છે. ગ્રામ્ય પંથકમાં પણ અઠવાડિયાથી વરસાદી માહોલ હોય ખેડૂતો ઉઘાડ નીકળે તેવી આશા રાખી રહ્યા છે.

જુનાગઢ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે પણ મેઘરાજાએ પડાવ કર્યો છે. સવારે માંગરોળમાં પોણો ઇંચ અને માળીયામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.  છેલ્લા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ૩૩૫ મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં વિસાવદર તાલુકામાં ૭૦ મીમી વરસાદ થયો હતો.

આજે સવારથી મેઘાએ ફરી મંડાણ કર્યા છે. માળીયાહાટીના તાલુકામાં સવારના પ્રારંભિક બે કલાકમાં એક ઇંચ અને માંગરોળ પંથકમાં ૧૬ મીમી વરસાદ થયો હતો.  જ્યારે મેંદરડામાં ૯ મીમી અને કેશોદ વિસ્તારમાં ત્રણ મીમી મેઘ મહેર થઇ હતી. જુનાગઢ સહિત અન્ય વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે.

છેલ્લા ર૪ કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

ગીર સોમનાથ

ઉના

 ૧૦

 મી.મી.

કોડીનાર

૧૪

''

ગીરગઢડા

ર૮

''

તલાલા

૧૮પ

''

વેરાવળ

૩૪

''

સુત્રાપાડા

રપ

''

જામનગર

જામનગર

૧પ

મી.મી.

કાલાવડ

  પ

''

ધ્રોલ

૧૦

''

જોડીયા

૧૧૦

''

લાલપુર

  પ

''

જામજોધપુર

રર

''

ભાવનગર

ઉમરાળા

૩૦

મી.મી.

શિહોર

૩૯

''

ઘોઘા

ર૦

''

પાલીતાણા

  ૯

''

ભાવનગર

૮૭

''

વલ્લભીપુર

ર૧

''

જુનાગઢ

કેશોદ

૩૭

મી.મી.

જુનાગઢ

ર૧

''

ભેંસાણ

  પ

''

મેંદરડા

૪પ

''

માંગરોળ

૬પ

''

માણાવદર

૧૯

''

માળીયાહાટીના

૬પ

''

વંથલી

૩૪

''

વિસાવદર

૭૦

''

દેવભૂમિ દ્વારકા

કલ્યાણપુર

૮૦

મી.મી.

ખંભાળીયા

૩૯

''

દ્વારકા

૧ર

''

ભાણવડ

૩પ

''

અમરેલી

ખાંભા

  ૭

મી.મી.

જાફરાબાદ

  ૪

''

ધારી

  પ

''

બગસરા

૧૦

''

રાજુલા

૧પ

''

લીલીયાષ્

૧૦

''

સાવરકુંડલા

  ૩

''

બોટાદ

બોટાદ

  ૯

મી.મી.

ગઢડા

  ર

''

રાણપુર

  પ

''

(11:14 am IST)