Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ચોટીલામાં કોરોના વોરીયર્સની સન્માન સાથે સ્વાતંત્રય પર્વની ઉજવણી કરાઇ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા,તા.૧૮ : ચોટીલા પ્રાત કચેરી ખાતે તાલુકા કક્ષા અને પાલિકા કચેરી ખાતે શહેરી ૭૪માં સ્વાતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં આવેલ

કોરોના કહરની વચ્ચે આઝાદીનાં પર્વ ચોટીલામાં વિવિધ સામાજીક અને રાજકિય આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં શોશ્યલ ડીસ્ટન્સ સાથે સલામી આપવામાં આવેલ હતી

પ્રાત અધિકારી આર બી અંગારીનાં હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવેલ તેમજ પીઆઇ ભાવનાબેન પટેલની અધ્યક્ષતામાં પોલીસ પરેડ સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપેલ હતી તેમજ વર્તમાન સમય સંજોગો ને અનુસંધાને પ્રસંગોચીત ઉદ્ધબોધન ડે. કલેકટરે આપેલ હતું

રાષ્ટ્રીય પર્વ પ્રસંગે કોરોના મહામારીમાં જીવના જોખમે ફરજ બજાવનાર રેફરલ હોસ્પિટલ, આરોગ્ય વિભાગનાં ડોકટરો અને પોઝિટિવ દર્દીઓની સારવાર અને સંભાળ લેનાર કર્મચારીઓ ને સન્માનપત્ર, કોરોના ને મહાત આપનાર દર્દીઓ ને શાલ ઓઢાડી બહુમાન કરાયેલ તેમજ કોવીડ ૧૯ સમય દરમિયાન સેવાકિય પ્રવૃતિ કરનાર વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી વ્યકિતઓ તેમજ લોકોમાં જાગૃતિ લાવવા મુખ્ય ભુમિકા ભજવનાર તાલુકાનાં મિડીયા કર્મીઓને પ્રશસ્થિપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા.

આવા કપરા સમયમાં પણ શિક્ષણક્ષેત્રે બાળકોનાં શિક્ષણ માટે ઉમદા કામગીરી કરનાર તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા.

આ પ્રસંગે તાલુકાનાં આગેવાન વિરજીભાઈ પરાલીયા, શૈલેષભાઇ ઉપાધ્યાય, સુરેશભાઈ ધરજીયા, રાઘવભાઇ મેટાળીયા, ગીતાબેન માલકીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

નગરપાલિકા ખાતે શકિતસિંહ ઝાલા, જયદિપભાઇ ખાચર, ચીફ ઓફિસર નિકુંજભાઇ વોરા ની અધ્યક્ષતામાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવેલ મોટી સંખ્યામાં કર્મચારી, ચુટાયેલ પ્રતિનિધિઓ અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના સમયમાં સ્વચ્છતા જાળવવાની ફરજ બજાવનાર દરેક સફાઇ કર્મચારી તેમજ આરોગ્ય અને આગ અકસ્માત સમયે ફરજ બજાવનાર કર્મચારીઓનું શાલ અને સન્માન પત્ર આપી વોરિયર્સ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવેલ.

(11:41 am IST)