Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

હળવદમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીઃ વૃક્ષારોપણ

હળવદ : રાજોધરજી હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનાં ૭૪ માં સ્વતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં કોરોના મહામારીને ધ્યાને લઇને તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી સોશિયલ ડીસ્ટન્સ સાથે થોડા જ લોકોની વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. મામલતદાર બી. એન. કણઝરીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું નગરપાલિકા પ્રમુખ હીનાબેન રાવલ, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, તાલુકા વિકાસ અધિકારી અમિતભાઇ રાવલ, પી. આઇ. પી. એમ. દેકાવાડીયા તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સ્વતંત્ર પર્વ પ્રસંગે હળવદ મામલતદાર બી. એમ. કણઝરીયાએ તમામ દેશવાસીઓને સ્વતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી. બલિદાન આપનાર તમામ શહીદ વીરોને યાદ કરી સલામતી આપી હતી. બાદમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી સ્વતંત્ર પર્વની સાદગી પુર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કોરોના વોરિયર્સ સન્માન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન તથા વૃક્ષારોપણની તસ્વીરો.

(11:42 am IST)