Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

લોધીકામાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વૃક્ષારોપણ સહિત કાર્યક્રમો યોજાયા

ખીરસરા,તા. ૧૮: લોધીકામાં ૭૪ મા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી મામલતદાર શ્રીઙ્ગ જે.આર.હિરપરા હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.લોધીકા તાલુકા મામલતદાર કચેરી એ લોધીકા પોલીસ જવાનો ની પરેડ સાથે લોધીકા મામલતદાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ તેમજ આ રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી મા તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહઙ્ગ જાડેજા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉમેશભાઈ પાભર તાલિમી નાયબ કલેકટર શ્રી બીજેષ કાલરીયા તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા નાયબ મામલતદાર શ્રીઓ તેમજ મામલતદાર કચેરી નો સ્ટાફ તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ દેવગામ નર્ર્સરીના ઈ.ચા.આર.એફ.ઓ.એચ.બી. મોકરીયા ફોરેસ્ટર ડી.બી.ગોહિલ ફોરેસ્ટ ગાર્ડ કે.પી.જાડેજા લોધીકા સરપંચ જેન્તીભાઇ વસોયા લોધીકાના પોલીસઙ્ગ જવાનો તેમજ ગામ જનોની ઉપસ્થિત મા ૭૪ મા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવેલ તેમજ લોધીકા તાલુકા આરોગ્ય અધિકારી ડો.મંથન માકડિયા ઉપસ્થિત રહેલ.

લોધીકા તાલુકા ના આરોગ્ય વિભાગ તેમજ બીજા તમામ વિભાગનાઙ્ગ કર્મચારીઓ જેમ ને કોવિડ-૧૯ ની મહામારીમાં ફરજ બજાવેલછે તેવા તમામ કોરોના વોરીયસ યોધ્ધા ઓનુ મામલતદાર કચેરી લોધીકા તેમજ સંબંધીત વિભાગ દ્વારા કોરોના વોરીયસ યોધ્ધા તરીકેનું સન્માન પત્ર આપીઙ્ગ તેઓને સન્માનીત કરવામાં આવેલ.આ પ્રસંગે  તાલુકા પંચાયત કચેરી ના કંપાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.

(11:43 am IST)