Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા પર્વ નિમીતે ધ્વજવંદન કરાયું

જુનાગઢઃ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૭૪માં સ્વાતંત્ર પર્વની ઉજવણી મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મેયર ધીરૂભાઇ ગોહેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કમિશનર તુષાર સુમરા, ડે.મેયર હિમાંશુભાઇ પંડયા, સ્થાયી સમિતિ ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, શાસકપક્ષ નેતા નટુભાઇ પટોડીયા, દંડક ધરમણભાઇ ડાંગર, શહેર પ્રમુખ શશીકાંન્તભાઇ ભીમાણી, લલીતભાઇ સુવાગીયા, જીવાભાઇ સોલંકી, શ્રી જયેશભાઇ ધોરાજીયા, ભાવનાબેન હિરપરા, શારદાબેન પુરોહિત, આધ્યશકિતબેન મજમુદાર, શીલ્પાબેન જોષી, કોર્પોરેટરો તથા આસી. કમિશનર જયેશભાઇ વાજા, ચીફ ઓડીટ એમ. કે. નંદાણીયા, અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેયરે જુનાગઢના શહેરીજનોને સ્વાતંત્ર પર્વની શુભેચ્છા પાઠવેલ તે પ્રસંગની તસ્વીર. (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા)

(11:45 am IST)