Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

મોરબી જીલ્લામાં મેઘો મહેરબાન : જીલ્લાના ૧૦ ડેમોમાં નવા નીરની આવક

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૧૮: જીલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે જેના પગલે જીલ્લાના ૧૦ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે અને ડેમોમાં પાણીનો પ્રવાહ વધ્યો છે.

જીલ્લામાં સોમવારે પણ મેઘમહેર જોવા મળી હતી જેમાં મોરબીમાં ૦૬ મીમી, વાંકાનેરમાં ૦૪ મીમી, ટંકારા ૭૪ મીમી અને માળીયામાં ૧૦ મીમી વરસાદ વરસ્યો હતો સતત વરસાદને પગલે જળાશયોમાં નીરની આવક થઇ રહી છે જેમાં મોરબી જીલ્લાના ડેમોની સ્થિતિ પર નજર કરીએ તો મોરબીના મચ્છુ ૧ ડેમ જળાશયની કુલ ઊંડાઈ ફૂટમાં (જીવંત) ૪૨ ફૂટ છે અને સોમવારની સ્થિતિએ ડેમમાં ૩૪.૨૦ ફૂટ પાણી છે જયારે મચ્છુ ૨ ડેમની ઊંડાઈ (જીવંત) ૩૩ ફૂટ છે જેમાં ૨૬.૮૦ ફૂટ પાણી છે, ડેમી ૧ ડેમની કુલ ઊંડાઈ (જીવંત) ૨૩ ફૂટ છે જેમાં ૧૯.૮૦ ફૂટ પાણી છે, ડેમી ૨ ડેમની ઊંડાઈ (જીવંત) ૧૯.૭૦ છે જેમાં હાલ ૧૯ ફૂટ પાણી છે, ધોડાધ્રોઈ ડેમની કુલ ઊંડાઈ (જીવંત) ૧૭ ફૂટ છે જેમાં ૧૬ ફૂટ જળસપાટી છે.

બંગાવડી ડેમની ઊંડાઈ (જીવંત) ૧૫.૫૦ છે જેમાં ૧૫.૫૦ ફૂટ જળ સપાટી છે બ્રાહ્મણી ડેમની ઊંડાઈ (જીવંત) ૨૭ ફૂટ છે જેમાં ૧૮ ફૂટ પાણી છે, બ્રાહ્મણી ૨ ડેમની ઊંડાઈ (જીવંત) ૧૭.૬૦ છે જેમાં ૧૨.૬૦ ફૂટ પાણી છે મચ્છુ ૩ ડેમની ઊંડાઈ (જીવંત) ૨૦.૮૦ ફૂટ છે જેમાં ૧૮ ફૂટ પાણી છે જયારે ડેમી ૩ ડેમની ઊંડાઈ (જીવંત) ૧૩ ફૂટ છે જેમાં ૮.૪૦ ફૂટ જળ સપાટી છે.

(11:47 am IST)