Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ધ્રોલના ટ્રક ચાલક નારણને નવાગામ પાસે કલીનરે ધોકાવી ગટરમાં ફેંકી દીધો

ત્રણ દિવસ બેભાન રહેલો યુવાન આજે ભાનમાં આવ્યોઃ રાતે ટ્રક હોલ્ટ કરી દેવા બાબતે ડખ્ખો થતાં મુળ ઓૈરંગાબાદના મુન્ના હજારીએ હુમલો કર્યો હતો

રાજકોટ તા. ૧૮: ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતો નારણ બુટાભાઇ બાંભવા (ઉ.વ.૩૫) નામનો ટ્રકચાલક ભરવાડ યુવાન ૧૫મીએ નવાગામ સાત હનુમાન પાસે ગટરમાંથી ઇજાગ્રસ્ત અને બેભાન જેવી હાલતમાં મળ્યો હતો. આ યુવાન આજે ભાનમાં આવતાં પોતાને ટ્રકના કલીનર મુળ ઓૈરંગાબાદના મુન્ના હજારીએ ધોલધપાટ કરી હાથ ભાંગી નાંખી ગટરમાં ફેંકી દીધાનું કહેતાં હોસ્પિટલ ચોકી મારફત કુવાડવા રોડ પોલીસને જાણ કરવામાં આવી હતી. નારણના કહેવા મુજબ પોતે બહારગામથી ટ્રક લઇ ૧૫મીએ નવાગામ પહોંચ્યો હતો. મોરબી જવાનું હોઇ રાત થઇ ગઇ હોવાથી કલીનર મુન્નાને ટ્રક હોલ્ટ રાખી દેવા કહ્યું હતું. પણ મુન્નાએ રાતે જ મોરબી જવું છે તેમ કહી ઝઘડો કરી ધોકાથી માર મારી પોતાને ગટરમાં ફેંકી દીધો હતો. કુવાડવા  પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)