Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ખોરાણામાં મોબાઇલમાં બેલેન્સ ન આવતાં પુછવા જતાં રામજીભાઇ પર ધોકાવાળી

દૂકાનવાળા દિનેશભાઇ અને બે મહિલાએ મળી ધોલધપાટ કરી લીધી

રાજકોટ તા. ૧૮: કુવાડવાના ખોરાણા ગામે રહેતાં રામજીભાઇ સિદીભાઇ બાહુકીયા (ઉ.વ.૭૯) નામના કોળી વૃધ્ધને ગામમાં કરિયાણાની દૂકાનવાળા દિનેશભાઇ સોલંકી તથા તેના કુટુંબના બે મહિલાએ મળી ધોકા ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે કુવાડવા પોલીસને જાણ કરી હતી. રામજીભાઇના કહેવા મુજબ પોતે દિનેશભાઇની દૂકાને પોતાના મોબાઇલમાં રૂ. ૬૦નું બેલેન્સ પુરાવવા ગયા હતાં. પરંતુ ઘરે આવ્યા પછી બેલેન્સ આવ્યું ન હોઇ ફરીથી ત્યાં પુછવા જતાં તે બાબતે દિનેશભાઇ સહિતે ઝઘડો કરી મારકુટ કરી લીધી હતી.

(11:50 am IST)