Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ધોરાજીમાં કોરોના વિસ્ફોટ : બેવડી સદી ફટકારી ૨૨૪ પોઝીટીવ, ૧૬ મૃત્યુ : બે દિ'માં ૧૮ નવા કેસ

રાજકોટ જિલ્લા કલેકટરે બેઠક યોજી તમામ ઘરનો સર્વે કરવાનો હુકમ કર્યો : ૨૦૦ થી વધુ આરોગ્ય કર્મચારીઓ સર્વે કરશે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૧૮: જન્માષ્ટમી તહેવાર ઉપર જ કોરોના એ વિસ્ફોટ સજર્યો ૨ જ દિવસમાં ૧૮ કેસ નોંધાતા અત્યાર સુધીમાં ૨૨૪ કેસ પોઝિટિવ નોંધાયા ચૂકયા છે બેવડી સદી ફટકારી દીધી છે અને ૧૬ કોરોના પોઝિટિવ ના મૃત્યુ થયા છે ત્યારે આ આંકડો જોતા જિલ્લા કલેકટર પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક અસરથી ધોરાજીના અધિકારીઓને બોલાવી ધોરાજીમાં તમામ ઘરોનો કોરોના અંગે સર્વે કરવા નમૂના લેવા હુકમ કરતા ધોરાજીમાં ફફડાટ છવાયો છે.

ધોરાજીમાં પ્રથમ કેસ ઉપલેટા રોડ નળીયા કોલોની ખાતે આવેલ એ સમયે સમગ્ર જિલ્લાની ટીમ પણ ધોરાજીમાં દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો હતો તમામ લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા બાદ ધોરાજીના હોકળા કાંઠા કંસારા ચોક ખાતે બીજો કેસ નોંધાતા ત્યાં પણ આખો વિસ્તાર ને સીલ કરી અને સમગ્ર રાજકોટ જિલ્લાની ટીમે પણ મુલાકાત લીધી હતી બાદ ધોરાજીના જેતપુર રોડ ઉપર કે જયાં બ્લોક હેલ્થ વિભાગની ઓફિસ છે એ જ વિસ્તારમાં કોરોના પોઝિટિવ થતા ત્યાં પણ રસ્તાઓને સીલ કરવામાં આવ્યા હતા આ પ્રકારે ધોરાજીમાં કોરોના પોઝિટિવ આવતા હતા એ વિસ્તારમાં સરકારી અધિકારીઓની ટીમ જિલ્લા આરોગ્ય ની ટીમ તેમજ જિલ્લાના સરકારી અધિકારીઓ રૂબરૂ મુલાકાત લેતા હતા અને સમગ્ર વિસ્તારને કોરોન્ટાઇન કરતા હતા પરંતુ  બેદરકારીને કારણે અને ત્યારબાદ કેસ વધતા જતા હતા એવા સમયે ધીમે ધીમે તમામ ઝોન કેન્સલ કરી નાખ્યા તમામ વિસ્તારોને સીલ મારવાનું બંધ કરી દીધું પતરા મારવાના બંધ કરી દીધા અને સમગ્ર ધોરાજીને ભગવાન ભરોસે છોડી દીધો ત્યારે ધોરાજીમાં કોરોના નું પ્રમાણ વધ્યું.

હવે ધોરાજીમાં બેવડી સદી ફટકારી છે ત્યારે અને ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવા નીકળ્યા હોય એ પ્રકારે હવે ધોરાજીમાં ડોર ટુ ડોર સર્વે થશે.

ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણીએ જણાવેલ કે રાજકોટ ખાતે જિલ્લા કલેકટર રેમ્યા મોહન ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી જેમાં તેઓને આજ્ઞા અનુસાર કોરોનાવાયરસ સંક્રમણને અટકાવવા સંદર્ભે રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા વિસ્તારના તમામ દ્યરના સભ્યો નું ડોર ટુ ડોર મેડિકલ ચેકઅપ કરી કોરોના પોઝિટિવ દર્દીઓ ને ઝડપથી સારવાર મળી રહે અને લોકોમાં વાઇરસનું સંક્રમણ થતું અટકાવવા સામે ધોરાજી શહેરમાં ૧ થી ૯ વોર્ડ માં તમામ દ્યરનો સર્વે આ સમયગાળા દરમિયાન કરવાનો રહેશે જે હુકમ ના અનુસંધાને ધોરાજીના તમામ સરકારી ઓફિસ ના અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓના આગેવાનો સાથે બેઠક યોજી અને તાત્કાલિક અસરથી ધોરાજી શહેરના તમામ સરકારી અધિકારીઓને તેમજ કર્મચારીઓ ને જવાબદારી સોંપવામાં આવી હતી

ધોરાજીમાં એકી સાથે ૧૮ કોરોના પોઝીટીવ

(૧) ૬૦ વર્ષિય વૃદ્ઘ રહે બહારપુરા પાંચ પીર દરગાહ પાસે.

(૨) ૫૦ વર્ષિય મહીલા રહે ખરાવડ પ્લોટ ગરબી ચોક.

(૩) ૪૫ વર્ષિય પુરૂષ રહે દાતાર વાડી.

(૪) ૨૭ વર્ષિય યુવતી રહે જનસેવા સોસાયટી.

(૫) ૫૦ વર્ષિય પુરૂષ રહે મોટીવાવડી.

(૬) ૫૮ વર્ષિય પુરૂષ રહે રાખોલિયા ચોક.

(૭) ૫૮ વર્ષિય મહીલા રહે રાખોલિયા ચોક.

(૮) ૩૫ વર્ષિય પુરૂષ રહે રાખોલિયા ચોક.

(૯) ૨૯ વર્ષિય યુવક રહે રાખોલિયા ચોક.

(૧૦) ૯૧ વર્ષિય વૃદ્ઘા રહે રાખોલિયા ચોક.

(૧૧) ૫૨ વર્ષિય મહીલા રહે ભાડેરઙ્ગ

(૧૨) ૫૫ વર્ષિય પુરૂષ રહે મોટીપરબડી

(૧૩) ૪૨ વર્ષિય પુરૂષ રહે નેવી પ્લાઝા પોસ્ટ ઓફીસ ચોક

(૧૪) ૬૫ વર્ષિય વૃદ્ઘ રહે હતીમફળિયા બહારપુરા

(૧૫) ૪૪ વર્ષિય પુરૂષ રહે મટન માર્કેટ

(૧૬) ૩૧ વર્ષિય પુરૂષ રહે ગીરીરાજ ટ્રેડીંગ ની બાજુમાં જમનાવડ રોડ

(૧૭) ૫૦ વર્ષિય પુરૂષ રહે મોટીવાવડી

(૧૮) ૪૨ વર્ષિય પુરૂષ રહે હિરપરા વાડી સુખડિયા સમાજ પાસેનો સમાવેશ થાય છે.

(11:52 am IST)