Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

કોડીનાર શિંગોડા ડેમના ૫ દરવાજા ખોલાતા નદીમાં ઘોડાપુર : નદી કાંઠા ગ્રામ્ય વિસ્તારો તેમજ તંત્ર એલર્ટ

કોડીનાર : કોડીનાર તાલુકાના જીવાદોરી સમાન ગીર જંગલમાં આવેલ શિંગોડા ડેમ કાલે ફરી વાર ઓવરફ્લો થતાં ડેમના ૫ દરવાજા ૨-૨ ફૂટ ખોલવામાં આવતાં કોડીનાર શહેરની મધ્યમાંથી પસાર થતી શિંગોડા નદીમાં ઘોડાપુર આવ્યા હતા.શિંગોડા ડેમ સાઈડમાં ઉપરવાસના ભારે વરસાદ ના કારણે મોટી માત્રામાં પાણીની આવક સતત થઈ રહી હોવાના કારણે છેલ્લા ૨ દિવસથી ડેમનાં ૨ દરવાજા બે-બે ફૂટ ખોલાયા બાદ કાલે સવારથી જ સમયાંતરે વધુ બે દરવાજા ખોલાતા ડેમના ૮ દરવાજા પૈકી ૫ દરવાજા ૨-૨ ફૂટ ખોલવામાં આવતા કોડીનાર શહેરની મધ્યમાંથી પસાર થતી શિંગોડા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા.શિંગોડા ડેમના ૫ દરવાજા ખોલવામાં આવતા નદીકાંઠાના જામવાળા, છાછર, રોણાજ,ઘાટવડ, કોડીનાર,મૂળદ્વારકા,ગોહિલની ખાણ, ચૌહાણની ખાણ,કંસારીયા,સુગાળા, કરેડા,દુદાણા,નાના ઇચવડ જેવા ૧૭ જેટલા નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા હોવાનું તેમજ તાલૂકા પંચાયત, નગરપાલિકા,સરપંચો, તલાટીઓને વગેરે તંત્ર અને અધિકારીઓને પણ એલર્ટ કરાયા હોવાનું મામલતદારની યાદીમાં જણાવાયું હતું.કોડીનારમાં આજે એક ઇંચ વરસાદ સાથે મૌસમ નો કુલ વરસાદ ૪૪ ઇંચ (૧૧૧૦ મીમી) નોંધાયો છે,જયારે શિંગોડા ડેમ સાઈડમાં ગઇકાલે ૩ ઇંચ વરસાદની સાથે મૌસમ નો કુલ વરસાદ ૪૭ ઇંચ (૧૧૮૧ મીમી) નોંધાયો છે. (તસ્વીર-અહેવાલ : અશોક પાઠક .કોડીનાર)

(11:53 am IST)