Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

તળાજા નગરપાલિકા પ્રમુખ સહિત ૧૩ કોરોના પોઝીટીવ

અલંગ ખોલીમાં રહેતા ત્રણ પ્રાંતીય સંક્રમિત : શેળાવદરમાં એકી સાથે સાત પોઝીટીવ

ભાવનગર,તા.૧૮: તળાજા શહેર અને પંથકમાં કોરોના સતત વધી રહ્યો છે. તળાજામાં જે કેસો વધી રહ્યા છે. તેની અને ભાવનગર શહેરની વસ્તીની સરેરાશ જોવામાં આવે તો તળાજામા કોરોનાનો ગ્રાફ ઉંચો છે.

જેમાં બ્લોક હેલ્થ ઓફિસર ડો.નિલેશ ગોધાણી એ જણાવ્યું હતુંકે તળાજામાં ત્રણ પોઝિટિવ કેસ છે. જેમાં પાલિકા પ્રમુખ,પ્રમુખ પતિ અને પરિવાર ના એક સભ્યનો સમાવેશ થાય છે. ત્રણેય ને હોમ કવોરોન્ટાઇન કરી હોમ આઇસોલેશન કરી ઘરેજ સારવાર શરૂ કરવામાં આવી છે. પ્રમુખ વતી સુરેન્દ્રસિંહ સરવૈયા એ જણાવ્યું હતુંકેઙ્ગ તબિયત નાદુરસ્ત થતા જ સાવચેતી ના ભાગરૂપે વ્યાયામશાળા ના મેદાનમાં તિરંગો લહેરવવા પણ ગયા ન હતા. જેને લઈ ઉપ પ્રમુખ દિનેશભાઈ પરમાર એ ધ્વજ લહેરાવ્યો હતો. જે તળાજા ના ઇતિહાસ ની પ્રથમ ઘટના છેકે ઉપ પ્રમુખ ના હોદ્દા ની રૂએ ધ્વજ લહેરવવામાં આવ્યો હોય. આજે તબિયત માં ઘણો સારો સુધારો છે.લોકેને સ્વંય સાવચેત રહેવાઙ્ગ નગર ના પ્રથમ નાગરિક તરીકે અપીલ કરી હતી.

તળાજા ઉપરાંત અલંગ ખોલી મા રહેતા ત્રણ પર પ્રાંતીય શ્રમિકો ને કોરોના પોઝિટિવ આવેલ છે. ખોલી માં સંકડામણ માં રહેતા ભૈયાઓ સંક્રમિત થતા અહીં કોરોના વિસ્ફોટ ન થાય તેની તકેદારી રાખવી રહી.

શેળાવદર ગામે એકી સાથે સાત પોઝિટિવ કેસો આવ્યા છે.

(11:54 am IST)