Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

પોરબંદરમાં હનુમાન મંદિરમાંથી ચાંદીનું છત્તર ચોરી જનાર શખ્સ ઝડપાયો

પોરબંદર,તા.૧૮ : કુંભારવાડીમાં હનુમાન મંદિરમાંથી ચાંદીનું છત્તર ૪ હજાર નું ચોરી જનાર રમેશ ઉર્ફે રમલો પ્રેમજીભાઇ મણીયાર જાતે કોળીને પોલીસે પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર  તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈનીની સુચના તથા પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક  સ્મિત ગોહીલ તથા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર એચ-એલ.આહિરના માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર પો.સ્ટેના ડી-સ્ટાફના પીએસઆઇ   આર.એલ.મકવાણા તથા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન કોન્સટેબલ રવીરાજસિંહ બારડ, કોન્સટેબલ કરશનભાઇ મોડેદરા નાઓને મળેલ સયુકત ચોકકસ હકિકત આધારે નવા કંુભારવાડા શેરી નં-૩માંથી આરોપી રમેશ ઉર્ફે રમલો પ્રેમજીભાઇ મણીયાર જાતે કોળી ઉ.વ.૪૫ ધંધો મજુરી રહે. જુનો કુંભારવાડા શેરી નં-૩ હનુમાન મંદિર પાસે પોરબંદર વાળાને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

આ કામે આરોપીની પોકેટ કોપ/ઇગુજકોપ દ્વારા તપાસ કરતા આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશનનાં ૭ જેટલા ગુના દાખલ થયેલ તેમજ  આરોપી વિરૂધ્ધ કલમ ૧૦૭ તથા ૧૦૯ મુજબ અગાઉ અટકાયતી પગલા લેવામા આવેલ છે આગવી પુછપરછ કરતા કબુલાત આપેલ છે કે  પોતે નવા કુંભારવાડામાં શેરી નં-૩માં આવેલ હનુમાનજીનું મંદિર ખુલ્લુ હતું ત્યારે આજથી પંદરેક દિવસ પહેલા હનુમાનજીની મુર્તી ઉપર રહેલ ચાંદીનું છત્ત્।ર ચોરી કરેલનું જણાવેલ છે. જે ચાંદીનું આશરે ૮૦ ગ્રામ વજનનું કિ.રૂ.૪૦૦૦/- વાળુ છત્ત્।ર પોતાના ઘરમાંથી તપાસ દરમ્યાન કાઢી આપેલ છે.  કીર્તિમંદિર પો.સ્ટે એ  આઇ પી કો કલમ ૩૮૦ મુજબનો અનડીટેકટ ગનો ડીટેકટ કરેલ છે

આ કામગીરી કરનાર - આ કામગીરીમાં કીર્તિમદિર પો.સ્ટે. પીઆઇ એચ. એલ. આહિર, ડી-સ્ટાફ  પીએસઆઇ  આર. એલ. મકવાણા, હેડ કોન્સટેબલ મુકેશભાઇ કે. માવદીયા ,  કોન્સટેબલ રવીરાજસિહ બારડ, કરશનભાઇ ઓડેદરા, ભરતભાઇ શીંગરખીયા, ભીમાભાઇ ઓડેદરા વિગેરે રોકાયેલ હતા.

(12:03 pm IST)