Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

પોરબંદર : શિક્ષણ સતાવાળાઓને સદ્બુધ્ધિ આપવા એન.એસ.યુ.આઇ. દ્વારા મહાદેવને પ્રાર્થના કરી

પોરબંદર , તા. ૧૮  : એન.એસ. યુ.આઇ.ના પ્રમુખ કિશનભાઇ રાઠોડ, કેનિત ઝાલા, ઉમેશરાજ બારૈયા, સુરજ રેણુકા, કેવલ જગતિયા, કૃણાલ ગોહેલ, યશ ઓઝા, રાજ વાઝા વગેરેએ કોરોના સમયે પરીક્ષાનું આયોજન કરીને વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુકનારા શિક્ષણ સતાવાળાઓને સદ્બુધ્ધિ આપવા ભાદરવી માસમાં મહાદેવને  પ્રાર્થના કરી હતી.

કોવિદ-૧૯ ની સ્થિતિમાં યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની પરિક્ષા યોજવાનું નક્કી કર્યું છે, જયારે રાજય અને જિલ્લામાં કોરોનાના કેસોનો કહેર યથાવત્ છે દિવસે દિવસે જિલ્લા સ્તરે કેસો વધતા જાઇ છે.. જયારે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ આગામી ૨૫ તારીખે પરિક્ષા યોજવાનું નક્કી કર્યું છે જેને લઇ વિદ્યાર્થીઓમા ઘણી મુઝવણો અને માનસિક તળાવ અનુભવી રહ્યા છે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલા મહિનાથી કોલોજોમા શિક્ષણ કાર્ય સ્થગિત છે, વિદ્યાર્થીઓએ ચોપડીઓ હાથમાં લીધી જે ગામડામાં વિદ્યાર્થીઓ છે તેમનું બધુ હોસટેલોમા પડ્યું છે જયા અત્યારે કોવિડ સેન્ટરો થયા છે અને માત્ર ૧૫ દિવસમાં કઇ રીતે પરિક્ષા આપવી એ સૌથી મોટી મુસીબત છે વિદ્યાર્થીઓ સામે જો એ લોકો પરિક્ષા આપશે તો ૫૦ટકા આધારિત પરિણામ માનીને આપવાની થશે, કોવિડ-૧૯ મા તેમનું જિવન જોખમમાં મુકાઈ નહિ તે પણ તેમની સામે પડકાર છે ત્યારે સરકાર યુનિવર્સિટીઓને પરિક્ષા લેવા આહ્વાન કરે છે અને યુનિવર્સિટી પરિક્ષા લઇ વિદ્યાર્થીઓને જોખમમાં મુકે છે, અગાઉ પણ પત્ર દ્વારા પોરબંદર જિલ્લા એનએસયુઆઇ એ શિક્ષણમંત્રીને, કુલપતિને રજૂઆત કરી છે પરંતુ સતાધીશો જાણે મુંગા થઇ ગયા હોય તેમ જવાબ નથી આપતા અને આંધળા થઇ ગયા હોય તેમ આવી  સ્થિતિ છતા પરિક્ષાઓ લેવાનું નક્કી કર્યું છે ત્યારે આજે તેમને સદબુદ્ઘિ ભગવાન આપે તે પ્રાર્થના સાથે પોરબંદર જિલ્લા  એનએસયુઆઇ એ પવિત્ર શ્રાવણ માસના સોમવારે દુધેશ્વર મહાદેવને નમન કરી પ્રાર્થના કરી હવે ભગવાન તમારા ભરોસે બધુ છે તમે આ લોકોની આંખ ખોલો.. જો આ સતાધીશો પરિક્ષા લેશે તો વિદ્યાર્થીઓનુ જીવન તંદુરસ્ત અને સ્વસ્થ રાખો તેવી પ્રાર્થના કરી હતી. હવે બધુ મહાદેવના ભરોસે છે સરકારે અને યુનિવર્સિટીએ તો આંખઆડા કાન કરી લીધી છે ત્યારે વિદ્યાર્થીઓના વહારે આપ આવો તેવી પ્રાર્થના કરી આવેદન મહાદેવ સામે મુકયુ હતું.

જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ કિશન રાઠોડ, કેનિત ઝાલા, ઉમેશરાજ બારૈયા,સુરજ રેણુકા, કેવલ જગતિયા, કૃણાલ ગોહેલ,યશ ઓઝા , રાજ વાઝા વગેરે જોડાયા હતા.

(12:05 pm IST)