Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

પાટડી નવા ગામે પ્રેમી પંખીડાનો આપઘાત

ગળામાં દોરડુ ભરાવેલ, ઝાડ ઉપર લટકતી લાશો મળી : એક ન થઇ શકતા પગલુ ભર્યું

વઢવાણ,તા. ૧૮: પાટડીના ખારાઘોડા (જુનાગામ) ખાતે રહેતાં અંકિત રતિલાલ વાસાણી (ઠાકોર) ઉ.વ.૨૫ના લગ્ન દોઢ વર્ષ પહેલા પાટડીના ઓડુ ગામે સમાજના રીત-રીવાજ મુજબ થયાં હતાં. જયારે જુના ગામમાં જ રહેતી જયોત્સના બળદેવભાઈ કુડેચા (ઠાકોર) ઉ.વ.૨૩ના લગ્ન પણ ૨૧ દિવસ પહેલા પાટડી ખાતે સમાજના રીત-રીવાજ મુજબ થયાં હતાં.

અંકિત અને જયોત્સના વચ્ચે પ્રેમસબંધ ચાલતો હોય બંન્ને પોતાના લગ્નજીવનથી રાજી નહોતા આથી બંન્નેએ એકસાથે જીવી શકે તેમ ન હોય તેવાં વિચારથી બે દિવસ પહેલા પોત પોતાના ઘેરથી નીકળી ગયાં હતાં. જે અંગે બંન્નેના પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી પરંતુ કોઈ જ પત્ત્।ો લાગ્યો નહોતો ત્યારે પાટડીના નવાગામ પાસે આવેલ તળાવની પાળ પાસે વૃક્ષની ડાળી સાથે એક જ દોરડા વડે બંન્નેએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી.ઙ્ગ

જે અંગેની જાણ થતાં જ બંન્નેના પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને આ અંગે પાટડી પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચી બંન્નેની લટકતી લાશને નીચે ઉતારી પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પીટલ ખાતે લાવી વધુ તપાસ હાથધરી હતી. પાટડી તાલુકામાં દિન-પ્રતિદિન યુવક-યુવતીઓના આત્મહત્યાના બનાવો વધી રહ્યાં છે ત્યારે થોડા દિવસો પહેલા સુરેલ ગામમાં પણ આવી જ રીતે પ્રેમીયુગલે આત્મહત્યાનો બનાવ બન્યો હતો. આ બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી ખારાઘોડામાં પ્રેમીયુગલે આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી.

(12:06 pm IST)