Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

પડધરી ડોડી ડેમના બે દરવાજા વરસાદને કારણે બે ફુટ ખોલાયા : હેઠવાસના ગામોને ચેતવણી

રાજકોટ,તા.૧૮ :- રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાના ઇટાળા ગામ પાસ આવેલ ડોડી ડેમ છેલ્લા ચોવીસ કલાકના ઉપરવાસમાં વરસાદ પડવાથી નિર્ધારત સપાટીએ ભરાઇ ગયેલ હોઇ ૧ દ૨વાજો ૩ ઇંચ ખુલો હતો તે વધારીને ૨ દરવાજા ૨ ફુટ ખોલવામાં આવેલ છે. ડેમની કુલ સપાટી ૧૦૩.૭૨ મીટર છે. જયારે જળાશયની હાલની જળસપાટી ૧૦૨.૮ મી. છે. હાલ ડેમમાં ૧૫૯૯ કયુસેક પાણીનો પ્રવાહ આવકમાં છે તથા ૧૫૯૯ કયુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવે છે.

આથી ડોડી ડેમના હેઠવાસમાં આવતા પડધરી તાલુકાના નાના ઇટાળા હિદળ તથા લોધિકા તાલુકાના પાંભર ઇટાળા અને લક્ષ્મી ઇટાળા ગામોના લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટ સિંચાઇ વતુર્ળ (ફલ્ડ સેલ) દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

(12:08 pm IST)