Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

મીઠાપુરમાં સતત વરસતા વરસાદને કારણે રોડ રસ્તા પાણી પાણી સોસાયટી વિસ્તાર પાણીમાં ગરકાવ

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર, તા., ૧૮: ઓખા મંડળ તાલુકામાં આ વર્ષે મેઘમહેર થઇ છે તેમાં પણ સતત વરસતા વરસાદને લીધે મીઠાપુર અને આજુબાજુના સોસાયટી વિસ્તારમાં પાણી પાણી થઇ ગયા છે. મીઠાપુરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા છે તો સોસાયટીના તો આખા રોડ જ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સતત પાણી ભરાયેલા રહેવાથી લોકોને અવરજવરમાં તો ખાસ્સી તકલીફ પડે છે. પરંતુ આને લીધે બીમારીઓ પણ વધી જવાની શકયતાઓ રહે છે. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં પણ તાવ અને શરદી વગેરે થવાથી આ બીમારી થઇ શકેતેવી શકયતાઓ હોય લોકો ભારે ભયના ઓથાર નીચે જીવી રહયા છે.

(12:08 pm IST)