Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ગીર વિસ્તારમાં ભારે વરસાદથી હિરણ-ર ડેમના ૭ દરવાજા ખોલાતા હિરણ નદીમાં ઘોડાપુર

વેરાવળ-પ્રભાસપાટણઃ ગીર વિસ્તારમાં ભારે વરસાદને કારણે હિરણ-રમાં જોરદાર આવક થતા વહેલી સવારથી ડેમના ૭ દરવાજા ખોલવામાં આવેલ જેમાં પ દરવાજા ૭ ફુટ અને ર દરવાજા બે ફુટ ખોલવામાં આવેલ જેના કારણે હિરણ નદીમાં ઘોડાપુર આવેલ હતું અને કાજલી માર્કેટીંગ યાર્ડની બાજુમાં હિરણ નદી ઉપર મોટો પુલ આવેલ છે આ પુલ ઉંચો પણ છે છતા પાણીનો જોરદાર પ્રવાહને કારણે પુલની નજીક પાણી પહોંચી ગયેલ હતું. આ ભારે પાણીના કારણે નિચાણવાળા વિસ્તારમાં લોકોને તંત્ર દ્વારા સાવધાન કરવામાં આવેલ હતા. (તસ્વીરઃ અહેવાલઃ દિપક કક્કડ (વેરાવળ) દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

(12:10 pm IST)