Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

કાલે જુનાગઢ આવતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલને આવકારવા કાર્યકરોમાં થનગનાટ

આગેવાનોની મીટીંગમાં વિવિધ સમિતિઓની રચના

જુનાગઢ, તા. ૧૮ : આવતીકાલે તા.૧૯ ને બુધવારે રાજયના નવનિયુકત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જૂનાગઢ ખાતે પધારી રહ્યાં હોઇ પ્રદેશ અધ્યક્ષશ્રીને સત્કારવાની તડામાર તૈયારીઓ આરંભાઇ ચૂકી છે.

જેના અનુસંધાને ભાજપા જુનાગઢ કાર્યાલય ખાતે બેઠક બોલાવવામાં આવી હતી જે બેઠકમાં શહેર ભાજપ પ્રમુખશ્રી શશીકાંતભાઇ ભીમાણીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ હતું.

પ્રદેશ અધ્યક્ષશ્રીના જુનાગઢ કાર્યક્રમ દરમ્યાન શહેર સુશોભનની સઘળી જવાબદારી જૂનાગઢના આગેવાન શૈલેષભાઇ દવે તથા અશોકભાઇ ભટ્ટ સંભાળનાર છે. તેઓની સાથે યુવા મોરચાના પ્રમુખ ચેતનભાઇ ગજેરા અને મહામંત્રી મનનભાઇ અભાણી પણ સંયુકત જવાબદારી નિભાવશે.

સમગ્ર યુવા મોરચાના કાર્યકરોને સંબોધી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલને જૂનાગઢ ખાતે સત્કારવામાં પૂરતું સુશોભન અને જૂનાગઢ દ્વારા સન્માન થશે તેમ યાદીના અંતમાં શ્રી શૈલેષભાઇ દવેએ જણાવેલ છે.

(1:01 pm IST)