Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

જામનગર -જીલ્લામાં ૭ જગ્યાએ જુગારના દરોડા : ૧૧ મહિલા સહિત ૨૮ ઝડપાયા

જામનગર,તા. ૧૮: જામનગર -જીલ્લામાં ૭ જગ્યાએ દરોડા પાડીને ૧૧ મહિલા સહિત ૨૮ને ઝડપી લેવાયા છે.

ઢીચડા

જામનગર : બેડી મરીન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ઘનશ્યામસિંહ ખુમાનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૮–ર૦ર૦ના ઢીચડા ગામ નવાપરા વાડાવાસમાં લાઈટના અજવાળામાં આ કામના આરોપીઓ ખફી હાજી કાસમ, જેઠાભાઈ બિજલભાઈ રોશીયા, કિશોરભાઈ દેવજીભાઈ રોશીયા, સવીતાબેન રવીભાઈ ચાવડા, કમુબને ગાંગાભાઈ રોશીયા રે. ઢીચડા ગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામોન જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રેઈડ દરમયાન રોકડા રૂ.૮૭૧૪૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ચંગા

જામનગર :  પંચ 'બી' પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયશ્રીબેન જીવરાજભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૮–ર૦ર૦ના ચંગા ગામ મેઈન બજાર શેરીમાં આ કામના આરોપીઓ બીંદુબા કરણસિંહ કંચવા, શીતલબા વિજયસિંહ જાડેજા, ગીતાબા રાજદીપસિંહ કેર, નીરૂબા અશોકસિંહ જાડેજા, પાયલબા જીતુભા જાડેજા, પુજાબા દિલીપસિંહ કેર, દિવ્યાબા દિલીપસિંહ કેર, પુજાબા પ્રવિણસિંહ પીંગળ, રે. ચંગા ગામવાળા જાહેરમાં તીનપતી રોનપોલીસ નામોન જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રેઈડ દરમયાન રોકડા રૂ.૧૧૯૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોડપર

જામનગર : મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ માધુભા કંચવા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૮–ર૦ર૦ના મોડપર ગામ ખારા વાડી વિસ્તાર જમનભાઈ કારાભાઈ નંદાણીયાની વાડી પાસે કાચા રસ્તા પર વડલા નીચે જાહેરમાં આ કામના આરોપીઓ જમનભાઈ કારાભાઈ નંદાણીયા, રાજુભાઈ પાલાભાઈ ગોજીયા, ભોજાભાઈ ભીખાભાઈ કરમુર, લખમણભાઈ હમીરભાઈ કરમુર, રે. મોડપર ગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામોન જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રેઈડ દરમયાન રોકડા રૂ.૧૪,ર૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મુંગણી

જામનગર : સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયદેવસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૮–ર૦ર૦ના મુંગણી ગામે આગણ વાડી પાછળ આ કામના આરોપીઓ રાજદીપસિંહ રણજીતસિંહ રાઠોડ, નારણભાઈ કરશનભાઈ પરમાર, યુવરાજસિંહ પ્રતાપસિંહ કેર, રામગર દેવગર ગોસાઈ, અનીરૂઘ્ધસિંહ નાથુભા કંચવા, અયુબ આમદભાઈ ગજ, વનરાજસિંહ પ્રવિણસિંહ રાઠોડ, પ્રતાપસિંહ કાનાજી કેર, રે. મુંગણી ગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામોન જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રેઈડ દરમયાન રોકડા રૂ.૧૧,ર૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વાલાસણ

જામનગર : જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ગીરીરાજસિંહ ઈન્દ્રવિજયસિંહ જેઠવા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૮–ર૦ર૦ના વાલાસણ ગામમા દરબારગઢ પાસે આવેલ વાણંદના રહેણાંક મકાનની પાસે આવેલ ગલીમાં આ કામના આરોપીઓ વિક્રમભાઈ સાદુલભાઈ ચાવડા, પરસોતમભાઈ છગનભાઈ વૈશ્રાણી, મનસુખભાઈ ગાંડાભાઈ રતનપરા, ગીરીશભાઈ આંબાભાઈ ચૌહાણ, દિલીપભાઈ નાથાભાઈ ગાલોરીયા, હસમુખભાઈ ધીરૂભાઈ કોળી, રે. વાલાસણ  ગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામોન જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રેઈડ દરમયાન રોકડા રૂ.૧૦૧ર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સિકકા

જામનગર : સિકકા પોલીસ સ્ટેશનમાં અનોપસિંહ કિરીટસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૮–ર૦ર૦ના સિકકા શ્રીજી સોસાયટી શંકરના મંદિર પાસે ચોકમાં  જાહેરમાં આ કામના આરોપી ડાયાભાઈ રાજાભાઈ મકવાણા, સુનીલ રામસંગ રાજપુત, રે. જામનગર ગામ વાળા જાહેરમાં તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રોકડા રૂ.ર૬૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પીપળીયા

જામનગર : કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં સરમણભાઈ સીદીકભાઈ ગળચર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૮–ર૦ર૦ના પીપળીયા ગામમા વણકર વાસમા જાહેરમાં આ કામના આરોપી હરેશભાઈ જીવાભાઈ વઘેરા, રમેશભાઈ નાથાભાઈ ચૌહાણ, વીમલ પ્રવિણભાઈ સોલંકી, ગંગાભાઈ દેશુરભાઈ વાઘેલા રે. પીપળીયા ગામ વાળા જાહેરમાં તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રોકડા રૂ.૪૯૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:57 pm IST)